યુનાઇટેડ નેશન્સ: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું છે કે, એપ્રિલમાં દરરોજ સરેરાશ 80,000 કેસ કોવિડ-19ના સામે આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારત અને બાંગ્લાદેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે પશ્ચિમ યુરોપમાં કોરોનાના કિસ્સામાં ઘટાડો થયો છે.
ડબ્લ્યુએચઓનાં ડાયરેક્ટર જનરલ ટ્રેડોસ અધનોમ ધેબ્રેયેસસએ બુધવારે કહ્યું હતું કે, દેશોએ તેમના પ્રદેશોમાં બહારથી આવતા રોગના દરેક પ્રકારનાં ભયનો સામનો કરવાનો પ્રયત્ન કરવો જોઇએ અને સમૂદાયોએ પરિસ્થિતિમાં પરિવર્તન અંગે સંપૂર્ણ જાગૃત રહેવું જોઈએ.
તેમણે બુધવારે જિનેવામાં જણાવ્યું હતું કે, ડબ્લ્યુએચઓ મુજબ 35 લાખથી વધુ લોકોને કોવિડ -19થી સંક્રમિત થયા છે અને બે લાખ 50 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. એપ્રિલની શરૂઆતથી, દરરોજ આશરે 80,000 નવા કેસ નોંધાયા છે.