ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાનમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ,70 લોકોને અસર - પાકિસ્તાનમાં કેમિકલ ફેક્ટરી

પાકિસ્તાનના કરાચીમાં એક કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતા 70 લોકોને અસર થઇ હતી. જેથી તેમની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.આમાંથી 1 વ્યકિતની હાલત ગંભીર છે.

પાકિસ્તાનમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ,70 લોકોને અસર
પાકિસ્તાનમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ,70 લોકોને અસર

By

Published : Mar 6, 2020, 11:12 PM IST

ઇસ્લામાબાદ : કરાચીમાં ક્લોરીન ગેસના સંપર્કમાં આવવાથી 70 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના કરાચીના પોર્ટ કાસિમ વિસ્તારના એક ફેક્ટરીમાં ક્લોરીન ગેસ લીકેજ થતા 70 લોકોને અસર થઇ છે. અગ્રો પોલિમર એન્ડ કેમિકલ્સ પ્લાન્ટથી ક્લોરીન ગેસ લીકેજ થયું હતું. તો કારખાનાના એક કર્મચારીએ જણાવ્યું હતુ કે,એક યંત્રને ઓફલાઇન કરવામાં આવ્યું હતું.

ગેસ લીકેજને ટૂંક સમયમાં જ રોકવામાં આવ્યું હતું.ગેસથી પ્રભાવિત વ્યક્તિઓને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જિન્ના પોસ્ટ ગ્રેજુએટ મેડિકલ સેન્ટરના કાર્યકારી નિર્દેશક સીમિન જમાલીએ કહ્યું હતુ કે, 70 લોકોને ઉપચાર માટે લાવવામાં આવ્યા છે. જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર છે.

ABOUT THE AUTHOR

...view details