અમદાવાદઃ :યુરોપ ખંડના મધ્યે આવેલ માત્ર 90 લાખની વસ્તી ધરાવતાં બેલારુસ દેશમાં અન્ય યુરોપિયન દેશોની જેમ માત્ર એક મહિના જેટલા ટૂંક સમયમાં જ કોવિદ -19નો બૉમ્બ ફૂટતાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 13,000 કરતાં વધારે છે. આ દેશ એ યુરોપખંડનો એક માત્ર દેશ છે. જેની સરકાર દ્વારા દેશમાં લૉક ડાઉન લાવવામાં આવ્યું નથી. ત્યાં હાલમાં સંપૂર્ણપણે સ્કૂલ, કૉલેજ, પબ્લિક ટ્રાન્સપોર્ટ તથા મોલ જેવી જગ્યાઓ સંપૂર્ણપણે ઓપન છે.
ગુજરાતના 300 વિદ્યાર્થીઓ બેલારુસમાં ફસાયાં, ચિંતિત વાલીઓએ સરકારને કરી અપીલ ગુજરાતના 300 તથા ભારત દેશના અન્ય રાજ્યમાંથી 700 એમ કુલ 1000 જેટલા વિદ્યાર્થીઓ જે ત્યાંની મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યાં છે. તે યુનિવર્સિટીએ ઓનલાઇન અભ્યાસ શરુ કરી દીધેલ છે. વિધાર્થીઓએ હોસ્ટેલમાં જ પોતાને સેલ્ફ કોરોનટાઈન કર્યા ઉપરાંત તે હોસ્ટેલમાં જુદા જુદા દેશોના વિધાર્થી પણ રહે છે, જેને કારણે ઇન્ફેકશન લાગી શકે છે.ગ્રોડનો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં 203 ગુજરાતી વિદ્યાર્થીઓનો સંપૂર્ણ અભ્યાસ ઓનલાઇન કરવામાં આવેલ છે. તેમ જ જૂન મહિનામાં આવતી ફાઇનલ પરીક્ષાઓ પણ વિદ્યાર્થીઓ સપ્ટેમ્બર અથવા તો તે બાદ આપી શકે તેવી મંજૂરી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ તથા વાલીઓને અપાઈ ચૂકી છે.
ગુજરાતના 300 વિદ્યાર્થીઓ બેલારુસમાં ફસાયાં, ચિંતિત વાલીઓએ સરકારને કરી અપીલ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ 19 માર્ચથી લઈ અત્યાર સુધીમાં CM0, PMO, ફોરેન મિનિસ્ટરી તથા ઇન્ડિયન એમ્બેસી ઇન બેલાસને અનેક વાર ઈમેઈલ તથા કોલ દ્વારા અવારનવાર રજુઆત કરવા છતાં સંતોષકારક જવાબ મળેલ નથી.સરકારને અપીલમાં એમ પણ જણાવ્યું છે કે જો જરૂર પડે તો ભારતીય દૂતાવાસ થતાં બેલારુસ સરકાર દ્વારા તેમના બાળકોનો કોરોના નેગેટિવ સર્ટિફિકેટ પણ રજૂ કરી શકે છે, તથા તેઓને એરલિફ્ટ બાદ ભારત સરકારના નિર્દેશ મુજબ કોરોન્ટાઈન માટેની જગ્યા, રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ સરકારના નિયમોને અનુસરી મદદરૂપ થવા તૈયારી બતાવવામાં આવી છે.હાલમા બેલારુસમાં દરરોજના 1000 જેટલા પોઝિટિવ કેસ આવી રહ્યાં છે, ત્યારે વિદ્યાર્થીઓ ભયના માહોલમાં તથા વાલીઓને ઊંઘ ઉડી ગઈ છે તેથી સરકાર પાસે વહેલી તકે એરલિફ્ટની વ્યવસ્થા કરવામાં આવે તેવી આશા કરી રહ્યાં છે.