ગુજરાત

gujarat

ETV Bharat / international

સ્કોટલેન્ડમાં ટ્રેન દુર્ઘટના, 3ના મોત, 6 ઘાયલ - સ્કોટલેન્ડના સમાચાર

તોફાની વાતાવરણ બાદ પૂર્વોત્તર સ્કોટલેન્ડમાં એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 6 લોકો ઘાયલ થયા હતા.

સ્કોટલેન્ડમાં ટ્રેન દુર્ઘટના
સ્કોટલેન્ડમાં ટ્રેન દુર્ઘટના

By

Published : Aug 13, 2020, 4:22 PM IST

લંડન: મુશળધાર વરસાદ અને પૂરથી અસરગ્રસત સ્કોટલેન્ડમાં બુધવારે એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 6 લોકો ઘાયલ થયા હતા. બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે જણાવ્યું કે, આ અકસ્માતમાં ટ્રેનના ચાલકનું પણ મોત થયું છે.

રેલ, મેરીટાઇમ અને ટ્રાન્સપોર્ટ યૂનિયને જણાવ્યું કે, ટ્રેનના ચાલક અને કંડક્ટરનું મોત થયું છે. પરંતુ ઔપચારિક ઓળખ હજુ બાકી છે. 6 લોકોને ઈજાઓ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સ્કોટલેન્ડમાં ટ્રેન દુર્ઘટના

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું કે, આ અકસ્માતની તપાસ માટે એક પોલીસ સેલની રચના કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય તે જાણવાનું છે કે, ટ્રેન પાટા પરથી કેવી રીતે ઉતરી. તેનું કારણે શું છે અને તે સુનિશ્ચિત કરવું કે આ ઘટના ફરીથી ન થાય.

સ્કોટલેન્ડમાં ટ્રેન દુર્ઘટના

સ્કોટલેન્ડમાં મુશળધાર વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે યાત્રા કરવામાં મુશ્કેલી થઇ રહી હતી. નેટવર્ક રેલ સ્કોટલેન્ડએ બુધવારે ટ્વીટ કરીને ભૂસ્ખલનની ચેતવણી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details