એમ્સ્ટરડેમ: ભારતમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લાગું કરાયેલા 21 દિવસના લોકડાઉન અંગે યુરોપિયન અગ્રણીથિંક-ટેન્કે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુંહતું કે, કોવિડ-19ના ફેલાવા સામે લડવાની ભારતની ક્રિયાઓ નિર્ણાયક છે અને યોગ્ય દિશામાં એક પગલું છે.
એમ્સ્ટરડેમ સ્થિત થિંક-ટેન્ક, યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝ (EFSAS)એ કહ્યું કે, 1.3 અબજ લોકો પરનું લોકડાઉન ક્યારેય સરળ નહીં બને, તેથી ભારત જેવા દેશમાં જ્યાં વિવિધ જાતિની વિશાળ વસ્તીના વસે છે. ત્યાં 'સામાજિક અંતર' એ માત્ર પરાયું ખ્યાલ જ નહીં પરંતુ અવ્યવહારું પણ છે. છતા દેશના લોકોએ તે કરી બતાવ્યું તે ખરેખર નીય છે.
EFSASના ડિરેક્ટર જુનેદ કુરેશીએ જણાવ્યું હતું કે, "મારા મતે, લોકડાઉન એક સારો, અને ખૂબ જ નિર્ણાયક રહ્યો છે, COVID-19 ના ફેલાવા સામેની લડતમાં આ એક મહત્વનું પગલું છે. કારણ કે, યુરોપિયન જેવા પ્રગતિશીલ દેશો સહિત ઘણા દેશોમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં ઘણી મુશ્કેલી પડી હતી. જેથી કોરોના વાઈરસના સંક્રમણ સામે લડવા માટે આક્રમક પગલા લેવામં સરાકરે ઘણો સમય લીધો હતો. જેની સામે ભારત તેની સરહદો બંધ કર્યા બાદલોકડાઉન કરવાની હાકલ કરી રહ્યો હતો."
તેમણે આગળ વાત કરતાં કહ્યું હતું કે, 'ભારત સરકારે ખૂબ વહેલું સમજ્યું કે, ભારત જેવા દેશમાં આ રોગચાળો ફેલાયો છે. તે માટે દક્ષિણ એશિયા જેવા ક્ષેત્રમાં, જે વિશ્વના સૌથી ગીચ વસ્તીવાળા ક્ષેત્રમાં છે. ત્યાં વિનાશક વૈશ્વિક પરિણામો આવી શકે છે.
એક અહેવાલ અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સમાં, પુષ્ટિ થયેલા COVID-19 કેસની સંખ્યા 1,44,280 છે, જ્યારે ઇટાલીમાં 97,687 અને ચીનમાં 81,195 છે. જો કે, ભારતમાં, 1,071 પોઝિટિવ કેસ નોંધાયા છે.