કિવઃરશિયા અને યુક્રેન(Ukraine Russia War) વચ્ચેના યુદ્ધનો આજે 19મો દિવસ (19th Day Of Russia Ukraine War) છે. સમાચાર અનુસાર આજે સવારે 10:30 વાગ્યે બંને દેશો વચ્ચે ફરીથી વાતચીત થશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (President of Ukraine Volodymyr Zelensky) એક વિડિયો સંબોધનમાં કહ્યું કે, "રશિયા નાટોના સભ્ય પ્રદેશ પર આક્રમણ કરે તે પહેલા માત્ર સમયની વાત છે."
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ચેતવણી આપી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (President of Ukraine Volodymyr Zelensky) કહ્યું કે, "મેં ચેતવણી આપી હતી કે પ્રતિબંધક પ્રતિબંધો વિના રશિયા યુદ્ધ શરૂ કરશે અને મોસ્કો નોર્ડ સ્ટ્રીમ 2 નો હથિયાર તરીકે ઉપયોગ કરશે." યુક્રેનિયન પ્રમુખે કહ્યું કે, "હું ફરીથી કહું છું કે જો તમે અમારા આકાશને બંધ ન કરો, તો રશિયન મિસાઇલો તમારા પ્રદેશ પર, નાટોના પ્રદેશ પર, નાટો નાગરિકોના ઘરો પર ત્રાટકે તે પહેલા માત્ર સમયની વાત છે."
આ પણ વાંચો:યુક્રેનમાં યુદ્ધના પગલે અન્ય દેશોમાં વધારાના અમેરિકી સૈનિકોની તૈનાતી
વાતચીત વીડિયો લિંક દ્વારા થશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાતચીત વીડિયો લિંક દ્વારા થશે. બીજી તરફ યુક્રેન યુદ્ધ (Ukraine Russia War) પર રશિયા દ્વારા પ્રસારિત કરવામાં આવી રહેલા ખોટા સમાચારોને ચીન દ્વારા પ્રમોટ કરવા અંગેની USની ચિંતા વચ્ચે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન (US President Joe Biden) આજે તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને ચીનના વરિષ્ઠ અધિકારી સાથે વાતચીત કરવા માટે રોમ મોકલશે. યુક્રેને કહ્યું છે કે, તેણે ચેર્નોબિલ પાવર પ્લાન્ટની ક્ષતિગ્રસ્ત લાઇનનું સમારકામ કર્યું છે. આ પ્લાન્ટ રશિયન સૈનિકોના નિયંત્રણ હેઠળ છે. યુક્રેનમાં યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 596 નાગરિકો માર્યા ગયા છે, સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકારના ઉચ્ચાયુક્ત કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, માર્યા ગયેલા લોકોમાં 43 અને ઘાયલોમાં 57 બાળકોનો સમાવેશ થાય છે. કાર્યાલયે જણાવ્યું હતું કે, મોટા ભાગના નાગરિકોની જાનહાનિ ભારે તોપમારો અને મિસાઈલ હુમલાને કારણે થઈ હતી.
ટ્રેનર્સ US અને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન શોના છે
રશિયાએ નાટોના સભ્ય પોલેન્ડ સાથેની યુક્રેનની પશ્ચિમ સરહદ પરના એક સૈન્ય તાલીમ મથક પર મિસાઈલ છોડી હતી, જેમાં 35 લોકોના મોત થયા હતા. યુક્રેનના અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. નાટો સભ્ય પોલેન્ડની સરહદથી 25 કિલોમીટરથી ઓછા અંતરે આવેલા આ વિશાળ સૈન્ય પ્રશિક્ષણ વિસ્તાર પર 30 થી વધુ મિસાઇલો છોડવામાં આવી હતી. તેનો ઉપયોગ યુક્રેનિયન સૈનિકોને તાલીમ આપવા માટે કરવામાં આવે છે. ટ્રેનર્સ US અને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) દેશોના છે.