- ફાયરિંગ કરનારા વ્યક્તિની શોધ
- એકનું મોત તેમજ 6 લોકો ઈજાગ્રસ્ત
- અમેરિકાના બ્રાયન શહેરમાં એક પાર્કમાં અંધાધૂંધ ગોળીબાર
ટેક્સાસ: અમેરિકાના ટેક્સાસના બ્રાયન શહેરમાં એક પાર્કમાં અંધાધૂંધ ગોળીબાર થયો હતો. જેમાં એકનું મોત તેમજ 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ હાલમાં ફાયરિંગ કરનારા વ્યક્તિની શોધ કરી રહી છે. ત્યાં એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે. ઇજાગ્રસ્તોની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોળીબાર ટેક્સાસના બ્રાયન શહેરના ઓદ્યૌગિક ઉદ્યાનમાં થયો હતો. ઘટના ગુરુવારે સ્થાનિક સમય બપોરે 2:30 કલાકે છે. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર હુમલો કરનારા કેન્ટ મૂર કેબીનેટનો કર્મચારી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રપતિ જો બાઈડને યુનાઇટેડ સ્ટેટ્સમાં ચાલી રહેલા ગોળીબાર અંગે ચિંતા વ્યક્ત કરી
આ ફાયરિંગની ઘટના યુનાઇટેડ સ્ટેટ્સમાં રાષ્ટ્રપતિ જો બાઈડનના સત્તા પર આવ્યા પછી બની છે. રાષ્ટ્રપતિ જો બાઈડને આકરા પ્રત્યાઘાત આપ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં ચાલી રહેલા ગોળીબાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. US પ્રમુખ બાઈડને કહ્યું છે કે, દેશમાં બંદૂકની હિંસા રોગચાળો છે અને તે આપણા માટે શરમજનક છે.
આ પહેલા અમેરિકાના ઓક્લાહોમામાં ગોળીબારની ઘટના ઘટી હતી
આ પહેલા અમેરિકાના ઓક્લાહોમામાં ગોળીબારની ઘટના ઘટી હતી. રવિવારે રાત્રે પોલીસને એક જાણકારી મળી હતી. કોઈ એક વ્યક્તિ દ્વારા અતિશય માદક પદાર્થનું સેવન કર્યું હતું. ત્યારે તેની મદદ માટે એક પોલીસ કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યાં અન્ય વ્યક્તિએ બંદૂક ચલાવીને પોલીસકર્મીની હત્યા કરી દીધી હતી.
આ પણ વાંચો:અમેરિકાના કોલોરાડોમાં ફાયરિંગ, પોલીસકર્મી સહિત 10 લોકોના મોત