વોશિંગ્ટન: કોરોના વાઈરસ પર વર્લ્ડ બેંકે ચેતવણી આપી છે કે, કોરોના વાઈરસ પૂર્વ એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં આશરે 1.1 મિલિયન લોકોને ગરીબીમાં મુકી શકે છે. દુનિયામાં કોરોનાથી 7.80 લાખ લોકો સંક્રમિત છે અને 37000થી પણ વધુ લોકોના આ વાઈરસથી મોત થયાં છે.
કોરોનાનો કહેર: વર્લ્ડ બેંકે કહ્યું, 1 કરોડથી વધુ લોકો ગરીબીમાં ફસાશે - અર્થવ્યવસ્થા પર ખૂબ મોટી અસર
સમગ્ર વિશ્વ કોરોના વાઈરસના સંકટથી લડી રહ્યું છે, ત્યારે આ રોગચાળો જાહેર જીવન તેમજ અર્થવ્યવસ્થા પર ખૂબ મોટી અસર કરશે. આ અંગે વર્લ્ડ બેંકે ચેતવણી આપી છે કે, આ રોગચાળાને કારણે કરોડો લોકો ગરીબીની જાળમાં ફસાઈ શકે છે.
વર્લ્ડ બેંકે સોમવારે જાહેર કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે, અગાઉ એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે, 2020માં પૂર્વ એશિયા અને પેસિફિક ક્ષેત્રના આશરે 3.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળી જશે, પરંતુ હવે આ વિસ્તારની ગરીબીની સંખ્યામાં આશરે 1.1 મિલિયનનો વધારો થશે.
વર્લ્ડ બેંકે કહ્યું છે કે, હવે વિકાસશીલ પૂર્વ એશિયા અને પેસિફિક ક્ષેત્રનો વિકાસ દર ધીમો રહી 2.1 ટકા થશે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, એક અંદાજ મુજબ, ચીનનો વિકાસ દર 2019માં 6.1 ટકાથી ઘટાડીને 0.1 ટકાથી 2.3 ટકાની વચ્ચે રહી શકે છે.