ગુજરાત

gujarat

ETV Bharat / international

કઝાકિસ્તાનઃ પર્યાવરણ સંરક્ષણને લઇને પિંક લેકમાં અવર-જવર પર પ્રતિબંધ - કઝાકિસ્તાન

કઝાકિસ્તાનની કોબેયટૂજ નદી ગુલાબી પાણીવાળી દુનિયાની અમુક નદીઓમાંની એક છે, જેને સંરક્ષિત કરવાની દ્રષ્ટિથી લોકોની અહીં અવર-જવર પર રોક લગાવવામાં આવી છે.

Pink Lake
Pink Lake

By

Published : Aug 14, 2020, 10:53 AM IST

નૂર સુલ્તાન ( કઝાકિસ્તાન) : પર્યાવરણની સુરક્ષા માટે કોબેયટૂજ નદી, જે ગુલાબી નદી (પિંક લેક) ના નામથી પણ લોકપ્રિય છે, ત્યાં પર્યટકો અને અન્ય લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

દુનાલિએલા સલીના નામના શૈવાળની ઉપસ્થિતિથી નદીનું પાણી ગુલાબી રંગનું છે.

એરીમેન્ટો જિલ્લાના અકમોલા વિસ્તારના ઉપ પ્રમુખ બટાવ ઇબ્રાયતે કહ્યું કે, આ નદી બે વર્ષ પહેલા ગુલાવી થવાની શરૂઆત થઇ હતી. વિશેષજ્ઞ કહે છે કે, સુક્ષ્મજીવ અને શેવાળને લીધે નદી ગુલાબી રંગની થઇ છે, જે બાદ કોબેયટૂજ નદી કઝાકિસ્તાનમાં પ્રસિદ્ધ થઇ છે.

આ કઝિકસ્તાનની રાજધાની નૂર સુલ્તાનના પૂર્વમાં સ્થિત એક સ્થાનિક આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વર્ષે જૂન અને જુલાઇમાં સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓથી તેની લોકપ્રિયતામાં વધારો થયો છે. સોશિયલ મીડિયા પર અફવા છે કે, નદીના નમકથી કોરોના વાઇરસ સામે લડવામાં મદદ મળી શકે છે.

છેલ્લા થોડા વર્ષોથી નદીને ખૂબ જ નુકસાન થયું છે. આ સાથે જ આ નુકસાન ત્યારે વધ્યુ જૂન અને જુલાઇના મહીનામાં સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓ બાદ લોકોએ ભારે સંખ્યામાં અહીં આવવાનું શરુ કર્યું હતું. લોકોએ ત્યાં ખોદકામ શરું કર્યું હતું. નમક અને રેત લઇ જવા લાગ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે, લોકોનું માનવું છે કે, આ નદીની રેતી અને નમકથી કોરોના વાઇરસ સામે લડવામાં મદદરુપ છે, જે બાદથી અમુક લોકો અહીંથી મોટી સંખ્યામાં નમક લઇ જઇને ઓનલાઇન વહેંચી રહ્યા છે. જો કે, કોરોના વાઇરસ સામે લડવા નદીનું નમકની કોઇ તપાસ થઇ નથી અને ન તો વિશેષજ્ઞ એવું માને છે.

મેડિકલ સેન્ટર મેડિકેયરના ડૉકટર ટોલ્કિન બટાઇવાનું કહેવું છે કે, નદીનું પાણી સાફ નથી અને આ પાણીથી અથવા નમકથી નુકસાન પહોંચી શકે છે. લોકોને સુરક્ષિત રાખવા અને નદીની સાથે- સાથે પર્યાવરણના સંરક્ષણની દ્રષ્ટિથી અહીં પર્યટકો અને અન્ય લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details