બેજિંગઃ ચીનના વિદેશ પ્રધાન વોંગ યીએ રવિવારે કહ્યું કે, અમેરિકા ચીન સાથેના સંબંધોને નવા કોલ્ડ વોર તરફ લઈ જઈ રહ્યું છે. આ ઈતિહાસના વ્હીલને ફેરવવાની ખતરનાક કોશિશ છે. બન્ને દેશ વચ્ચે હંમેશા સહયોગની પરંપરા રહી છે. આવું કોરોના સંકટના સમયે પણ જોવા મળ્યું છે.
ચીનના સ્ટેટ કાઉન્સિલર અને વિદેશ પ્રધાન વાંગ યીએ રવિવારે કહ્યું હતું ,કે ચીન ક્યારેય અન્ય દેશને ધમકાવવા પહેલ કરશે નહીં, પરંતુ ચીન ચોક્કસપણે ઇરાદાપૂર્વકનું અપમાન અને હકીકત સામે થતાં આક્ષેપો સામે લડશે. તાજેતરમાં યુએસ-ચીન તણાવને ધ્યાનમાં રાખીને વાંગની આ ટિપ્પણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.