વિયેતનામઃ વિયેતનામને કોરોના જોખમની પહેલેથી જ ખબર પડી ગઈ હતી. આ પછી રોગચાળા સામે લડવા માટે દેશમાં તમામ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી, જેના કારણે દેશમાં હાલ ફક્ત 39 કેસ સક્રિય છે. આ વિયેતનામની વ્યૂહરચના અન્ય દેશોથી અલગ નથી. સૌથી જાગૃત દેશ વિયેનામની કોરોના સામેની લડાઈની કહાની હજુ સુધી બહાર આવી નથી.
11 મે સુધી જર્મનીમાં 7,661, સિંગાપોરમાં 21, તાઇવાનમાં સાત અને દક્ષિણ કોરિયામાં 258 લોકો મૃત્યુ પામ્યા હતા. વિયેતનામમાં કોરોના વાઇરસથી એક મૃત્યુ નથી થયું. આવું થવા પાછળનું કારણ એ છે કે દેશએ રોગચાળાના સામે લડવા અગમચેતીથી પગલા લીધા છે. જ્યારે યુ.એસ. વાઇરસનો ભોગ બન્યો હતો, ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વાઇરસને ચાઇનીઝ વાઇરસ ગણાવ્યો હતો, પરંતુ વિયેતનામ શરૂઆતથી જ ચીનની રણનીતિ વિશે જાણે છે. વિયેતનામને આ પાઠ સિનો-વિેયતનામીઝ યુદ્ધથી જ શીખ્યો હતો.
વિયેતનામની એપીટી-32 નામની સાયબર સિક્યુરિટી એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, ચીનમાં એક નવો વાઇરસ ફેલાયો છે. આ પછી તુરંત જ વિયેતનામ સરકારે સાયબર સિક્યુરિટી એજન્સીઓને વુહાન શહેર સરકાર અને ચીનના ઇમરજન્સીના કેસો વિશેની માહિતી માટે મેળવવા જાણ કરી દીધી હતી. અમેરિકન સાયબર સિક્યુરિટી ફર્મ ફાયર આઇએ ખુલાસો કર્યો છે કે, એપીટી-32 ચીન, જર્મની અને યુ.એસ.ની બહારની કંપનીઓના રહસ્યો છતી કરવા માટે 2012થી સાયબર એટેક કરે છે.
યુ.એસ. તેમજ વિયેતનામની સોશિયલ મીડિયા પોસ્ટ્સ બતાવે છે કે, નવેમ્બર-ડિસેમ્બર, 2019 દરમિયાન ચીનમાં એક નવા વાઇરસની શરૂઆત થઈ હતી. આ માહિતી એકઠી કર્યા બાદ સમય ગુમાવ્યા વગર તેમના વેપારીઓ, વિદ્યાર્થીઓ અને રાજદૂતોને ચાઇનાથી બહાર કાઢવાની યોજના બનાવી લીધી હતી, કારણ કે ચીનની સરહદથી વિયેતનામ 1281 કિ.મી. મીમા શેર કરે છે. જેથી દેશમાં કોરોના વાઇરસ ફેલાવાનું જોખમ વધી શકતું હતું.
ફેબ્રુઆરી 2020માં વિયેતનામે ત્રણ સ્તરે વ્યૂહરચના ઘડી હતી. સામ્યવાદી દેશ હોવા છતાં અહીંની સરકારે નાગરિક અધિકારની સ્વતંત્રતાઓનું ઉલ્લંઘન કર્યા વિના કોરોના વાઈરસ સામે પગલાં લીધાં હતાં. વિયેતનામે ફેબ્રુઆરીની શરૂઆતમાં એરપોર્ટ ટર્મિનલ્સ પર થર્મલ સ્ક્રિનિંગ શરૂ કરી દીધું હતું, જેથી કોરોના સંક્રમિત વ્યક્તિઓને બીજા દેશથી વિયેતનામ આવી જાય તો પહેલા તપાસ થતી હતી. એટલે કેસ આવી ન શક્યા.
આમ, મુસાફરોએ એરપોર્ટ અધિકારીઓ સમક્ષ પોતાના પ્રવાસની માહિતી અને સંપર્કો જાહેર કરવા પડ્યા હતાં. 38 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન ધરાવતા વ્યક્તિઓને નજીકના તબીબી કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. આ સાથે વિયેતનામ સરકારે રેસ્ટોરાં, બેંકો, એપાર્ટમેન્ટ્સ અને સંકુલમાં થર્મલ સ્ક્રિનીંગ શરૂ કરી દીધું હતું. 8મી મે સુધી વિયેતનામે દેશભરમાં 2,61,004 લોકોની તપાસ કરી હતી. આ સમય દરમિયાન જો કોઈને ચેપ લાગ્યો હોય તો તેના વિસ્તારના રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યાં હતાં અને આ વિસ્તારને કન્ટેન્ટઝોન તરીકે જાહેર કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે કરોડોની વસ્તી હોવા છતાં કોરોના ફેલાયો નહોતો.