પાકિસ્તાનના પૂર્વ સૈન્ય વડા સરમુખત્યાર પરવેઝ મુશર્રફને કોર્ટે મોતની સજા ફટકારી છે. વિશેષ અદાલતે 167 પાનાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે ચુકાદામાં લખ્યું હતું કે, જો ફાંસી પહેલા તેનુ મૃત્યું થઈ જાય તો, તેના મૃતદેહને ઢસડીને ઈસ્લામાબાદના ડી ચોક પર લાવી ત્રણ દિવસ સુધી લટકાવવામાં આવે.
પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર એક વિશેષ અદાલતે રાજદ્રોહનાં આરોપમાં પૂર્વ સૈન્ય વડાને ફાંસીની સજા આપી છે.
કોર્ટેના જણાવ્યા મુજબ, કોર્ટ ફરાર અને દોષિતોને પકડીને કાયદા મુજબની સજા કરવામાં આવે છે. કાયદાનો અમલ કરનારી એજન્સીઓને તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરવાની સૂચના આપી છે. જો મુશર્રફ મૃત હાલતમાં મળી આવે છે, તો તેના મૃતદેહને પાકિસ્તાનના ઈસ્લામાબાદના ડી-ચોકમાં લાવી, તેના મૃતદેહને ત્રણ દિવસ લટકાવી રાખવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, પેશાવર હાઈ કોર્ટ(PHC)ના મુખ્ય ન્યાયાધીશ વકાર અહમદ શેઠની અધ્યક્ષતામાં ત્રણ જજોની સમિતિમાં સુનવણી કરી હતી. આ સમિતિમાં અન્ય બે સભ્યોમાં સિંધ ઉચ્ચ ન્યાયાલય(SHC)ના ન્યાયમુર્તિ નજર અકબર અને લાહોર ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમુર્તિ શાહ કરીમનો સમાવેશ થાય છે. બંધારણની કલમ 6 મુજબ મુશર્રફને દોષી ઠરાવવામાં આવ્યો હતો.