ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકા ભારતમાં વેન્ટિલેટર સપ્લાય કરી રહ્યું છે: રાષ્ટ્રપતિ ટ્રમ્પ - US to donate ventilators to India

કોરોના મહામારીના ભરડામાં આખું વિશ્વ આવી ગયુ છે. જ્યારે અમેરિકામાં પણ કોરોના સંક્રમિત લોકોનો આંક દરરોજ વધતો જાય છે. ભારતમાં પણ 2,700 થી વધુ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. તબીબી ક્ષેત્રમાં કોરોનાને ધ્યાનમાં રાખીને વેન્ટિલેટરની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આવી સ્થિતિમાં અમેરિકાએ ભારતમાં વેન્ટિલેટર સપ્લાય કરવાનું કહ્યું છે.

અમેરિકા ભારતમાં વેન્ટિલેટર સપ્લાય કરી રહ્યું છે: રાષ્ટ્રપતિ ટ્રમ્પ
અમેરિકા ભારતમાં વેન્ટિલેટર સપ્લાય કરી રહ્યું છે: રાષ્ટ્રપતિ ટ્રમ્પ

By

Published : May 16, 2020, 12:04 PM IST

વોશિંગ્ટન: યુ.એસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, અમે ભારતમાં મોટા પ્રમાણમાં વેન્ટિલેટર સપ્લાય કરી રહ્યા છીએ, મેં વડાપ્રધાન મોદી સાથે વાત કરી. અમે ભારતમાં વેન્ટિલેટર મોકલી રહ્યા છીએ. અમારી પાસે વેન્ટિલેટરનો પુરતા પ્રમાણ જથ્થો છે.

અમેરિકન રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, ભારત એક મહાન દેશ છે, તમારા વડાપ્રધાન મારા ખૂબ જ સારા મિત્ર રહ્યા છે. અમે ભારત સાથે કામ કરી રહ્યા છીએ, અમેરિકામાં ભારતીય નાગરિકોની ખૂબ મોટી વસ્તી છે અને જે લોકો વિશે વાત કરી રહ્યા છીએ તેમાંથી ઘણા લોકો વૈજ્ઞાનિકો અને સંશોધનકારો છે, જે કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા માટે રસી બનાવવાનું કામ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details