- તાલિબાનીઓના કબજા બાદ શું માની રહી છે ત્યાંની મહિલાઓ
- હજૂ પણ મહિલાઓમાંથી નથી જઈ રહ્યો ઉગ્રવાદીઓનો ડર
- કાબુલ એરપોર્ટ પર અનેક મહિલાઓ બેઠી છે દેશ છોડવાની રાહે
કાબુલ: દેશનું ત્રીજા નંબરનું સૌથી મોટુ શહેર હેરાતમાં છોકરાઓ સાથે છોકરીઓ પણ નવી આશા સાથે સ્કુલ જવા પહોંચી પરંતુ તાલિબાન લડવૈયાઓએ સ્કુલ બહારના દરવાજા પર જ હિજાબ અને માથુ ઢાંકવાના રૂમાલ આપવાનું શરૂ કરી દીધુ હતું. રાજધાની કાબુલમાં એક મહિલા સમાચાર એન્કરે ટીવી સ્ટુડિયોમાં તાલિબાનના એક અધિકારીનું ઈન્ટરવ્યૂ કર્યું ત્યારે એવા દ્રશ્યો હતા કે એક સમયે આવા દ્રશ્યોની કલ્પના કરવી પણ મુશ્કેલ હતું.
અચાનક જ હુમલાઓ કરી દેશ પર કબજો કર્યાના થોડા દિવસોમાં જ તાલિબાને વધુ ઉદાર છબી દેખાડવાનો પ્રયત્ન કર્યો જેમાં તેઓએ મહિલાઓના અધિકારીઓનું સન્માન કરવાનું અને તેમને સરકારમાં આવવાનું આમંત્રણ આપ્યું છે.
તાલિબાનના આશ્વાસનને લઈને શંકા કરતી અમુક મહિલાઓએ તેમના આ આશ્વાસનને સતર્ક રહી નજર રાખી રહી છે.
દેશના મોટાભાગમાં અનેક મહિલાઓ ઘરમાં રહી રહી છે. તેઓ એક નવી દૂનિયામાં પ્રવેશ કરવા પર ખુબ જ ડરી રહી છે જ્યાં ઉગ્રવાદીઓનું સંગઠન જે મહિલાઓ સાથે અસામાન્ય વ્યવહાર કરતું હતું અને મહિલાઓની ગતિવિધીઓ પર પ્રતિબંધ ફરમાવતું હતું તે સંગઠન આજે સત્તા પર બેઠા છે.
સંગઠનનું સંપર્ક અભિયાન ગ્રાઉન્ડ લેવલ પર થઈ રહેલી રિપોર્ટીંગથી અલગ લાગી રહ્યું છે જેમાં પત્રકારોની ખોજમાં ઉગ્રવાદીઓ દ્વારા ઘરે ઘરે તપાસ કરવી , વિપક્ષ માટે કામ કરનારા લોકો અને અન્ય લક્ષ્ય પણ શામેલ છે.
કાબુલમાં એક પશ્ચિમી મહિલા લેક્ચરરે કહ્યું કે , રાજધાનીમાં ભયનો માહોલ છે. તેમણે કહ્યું કે તેઓએ ( ઉગ્રવાદીઓએ ) ઘરે ઘરે જઈને તપાસ કરવાનું શરૂ કરી દીધુ છે.
તાલિબાનની વાપસીથી નાખુશ અને તાલિબાનના રાજમાં ન રહેવા માગતા લોકો કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હજારો અફઘાનોની ભીડ વચ્ચે એક અફઘાની યુવતી બે દુનિયા વચ્ચે લટકી હતી. એક દુનિયા જ્યાં , 22 વર્ષીય યુવતી એવા દેશમાં જવા માટે વિમાનમાં સવાર હતી જ્યાં તેને કોઈ જ ઓળખતુ ન હતું અને તેને ત્યાં એક શરણાર્થી તરીકે જગ્યા મળત. તો બીજી બાજૂ એક એવી દુનિયા જ્યાં તાલિબાનના રાજમાં અફઘાનિસ્તાનમાં રહે જ્યાં તેણે છેલ્લા 20 વર્ષમાં મેળવેલી તમામ છુટછાટ અને સિધ્ધીઓ ભુલવા માટે મજબુર થવું પડત.
ઊંઘથી દુર , ભુખથી પરેશાન અને ડરેલી મહિલાઓ એરપોર્ટ પર કલાકો સુધી એક એવી ઉડાનની રાહ જોતી રહી જે તેના મનમાં ઉભા થઈ રહેલા પ્રશ્નોના જવાબ માટે ક્યારેય નહીં આવે. પોતાના સપનાઓને એક નાના એવા બેગમાં લઈને વિમાનની રાહ જ જોઈ રહેલી યુવતીએ સુરક્ષાને કારણે નામ ન લખવાની શરતે કહ્યું કે, મારા તમામ સપનાઓ મારી આંખો સામે ટુટી ગયા. મારી સાથે આ ન થવું જોઈએ અને કોઈ પણ સાથે આ ન થવું જોઈએ.
( પીટીઆઈ-ભાષા )