- કૈલાશ સત્યાર્થીની SDG એડવોકેટ તરીકે નિમણૂક
- UNના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે નિમણૂક કરી
- સત્યાર્થીએ સંયુક્ત રાષ્ટ્રપ્રમુખનો આભાર માન્યો
સંયુક્ત રાષ્ટ્ર: નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કૈલાશ સત્યાર્થીને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે મહાસભાની 76મી બેઠકથી પહેલા ટકાઉ વિકાસ લક્ષ્ય (SDG) એડવોકેટ બનાવ્યા છે.
SDG એડવોકેટ પસંદગી પર બોલ્યા ગુતારેસ
ગુતારેસે સત્યાર્થી, સ્ટેમ કાર્યકર્તા વેલેંટિના રાબાનલ, માઇક્રોસૉફ્ટના અધ્યક્ષ બ્રેડ સ્મિથ અને કે-પૉપ સુપરસ્ટાર બલૈક પિંકને નવા SDG એડવોકેટ બનાવ્યા છે. ગુતારેસે કહ્યું કે, "આપણે નિર્ણાયક તબક્કે છીએ. અત્યારે આપણે જે પસંદગી કરીએ છીએ તે કા તો આપણને ભાવિ કટોકટી તરફ ધકેલી શકે છે અથવા હર્યાભર્યા અને સલામત વિશ્વ તરફ લઇ જઇ શકે છે."