સંયુક્ત રાષ્ટ્રએ પોતાની એક સમીક્ષાના પ્રથમ ભાગમાં મલાલાને લઇને જાહેર કર્યુ કે, સમીક્ષાના આ પ્રથમ ભાગમાં સંયુક્ત રાષ્ટ્રએ 2010થી 2013ની વચ્ચેની ઘટનાઓ પર વિશેષ રૂપે ધ્યાન કેન્દ્રિત કર્યુ.
સંયુક્ત રાષ્ટ્રએ મલાલાને દશકની સૌથી પ્રખ્યાત કિશોરી કરી જાહેર - શિક્ષા કાર્યકર્તા મલાલા યુસુફજઇ
ઇસ્લામાબાદ: સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનની નોબેલ પુરસ્કાર વિજેતા, શિક્ષા કાર્યકર્તા મલાલા યુસુફજઇને વિશ્વભરમાં આ દશકાની સૌથી પ્રખ્યાત કિશોરી જાહેર કરી છે. શિક્ષા માટે અવાજ ઉઠાવવા પર તાલિબાન આતંકીઓએ 2012માં મલાલા પર હુમલો કર્યો હતો. હુમલા બાદ પણ તેઓએ છોકરીઓની શિક્ષા માટે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખ્યું અને પોતાની શિક્ષા પણ બ્રિટનમાં શરુ રાખી. તેને તેના પ્રયાસોને લઇને નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતાં.
સંયુક્ત રાષ્ટ્રએ મલાલાને દશકની સૌથી પ્રખ્યાત કિશોરી કરી જાહેર
સંયુક્ત રાષ્ટ્રએ પોતાની રિપોર્ટમાં કહ્યું કે, નાની ઉમરમાં પાકિસ્તાની વિદ્યાર્થી મલાલા યુસુફજઇ છોકરીઓની શિક્ષાના પક્ષમાં અવાજ ઉઠાવી અને તાલિબાનના અત્યાચારને રેખાંકિત કરવાને લઇને ઓખળાય છે.