ગુજરાત

gujarat

ETV Bharat / international

જળવાયુ પરિવર્તનનો ખતરો ભારત,બાંગ્લાદેશ,ચીન,જપાન પર: UN મહાસચિવ - જળવાયુ પરિવર્તનના ખતરા

બેંગકોક: સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસે જળવાયુ પરિવર્તનના ખતરા અંગ ભારતને ચેતવ્યું છે. તેઓએ આ અંગે કહ્યું કે, જળવાયુ પરિવર્તનના કારણે સમુદ્રોના જળસ્તર અપેક્ષા કરતા વધારે ઝડપથી વધી રહ્યા છે. ભારત, જાપાન, ચીન અને બાંગ્લાદેશને તેનાથી વધારે ખતરો છે. બેંગકોકમાં આસિયાન સમિટ દરમિયાન ગુટેરેસે કહ્યું કે જળવાયુ પરિવર્તનના કારણે થનાર ફેરફારો સરકારો દ્વારા તેને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલા કરતા પણ વધારે ઝડપી છે.

file photo

By

Published : Nov 5, 2019, 12:50 PM IST

ગુટેરેસે તાજેતરમાં બહાર પડેલા વિજ્ઞાન સંગઠન ક્લાઈમેટ સેંટ્રલના રિપોર્ટનો હવાલો આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે સમુદ્રનું વધતું જળસ્તર 2050 સુધી પૂર્વ અનુમાનિત આંકડા કરતા ત્રણ ગણી વધારે વસ્તીને પ્રભાવિત કરી શકે છે. જેના કારણે ભારતની આર્થિક રાજધાની મુંબઈ ડૂબવાનો ખતરો છે. યુએન મહાસચિવે કહ્યું કે જળવાયુ પરિવર્તન આ સમયે પૃથ્વી માટે સૌથી મોટો ખતરો છે અને આ ખતરો ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તેની સામે લડાઈ નહીં લડીએ.

ગુટેરેસે વધુમાં કહ્યું કે વૈજ્ઞાનિક જણાવી ચૂક્યા છે કે વિશ્વએ પૃથ્વીના વધતા તાપમાનને રોકવું પડશે. આપણએ 2050 સુધી કાર્બન ન્યૂટ્રલ બનાવવો પડશે. આ માટે આપણે આગામી દશકમાં કાર્બન ઉત્સર્જન 45% સુધી ઓછો કરવો પડશે.

ABOUT THE AUTHOR

...view details