ટોક્યોઃ ખરાબ હવામાનને કારણે સંયુક્ત આરબ અમીરાત(યુએઈ)નું પ્રથમ મંગળ અભિયાન ફરી મુલતવી રાખવામાં આવ્યું છે. તે જાપાનથી લોન્ચ થવાનું હતું. મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ (એમએચઆઇ) એ જણાવ્યું હતું કે, યુએઈના મંગલયાનનું નામ 'અમલ' રાખવામાં આવશે. જાપાનના એચ -2એ રોકેટથી દક્ષિણ જાપાનના તનેગાશીમા સ્પેસ સેન્ટરથી બુધવારે લોન્ચ થવાની ધારણા હતી. પરંતુ શુક્રવાર સુધી તે મુલતવી રાખવામાં આવશે.
ખરાબ હવામાનને કારણે UAEનું પ્રથમ મંગળ અભિયાન ફરી સ્થગિત
જાપાનના મોટા ભાગોમાં લગભગ એક સપ્તાહથી ભારે વરસાદના કારણે સંયુક્ત આરબ અમીરાત(યુએઈ)નું પહેલું મંગળ અભિયાન મુલતવી રાખવામાં આવ્યું છે. તેને દક્ષિણ જાપાનના તનેગાશીમા સ્પેસ સેન્ટરથી મોકલવાનું હતું.
મિત્સુબિશીનું એચ-2એ રોકેટ યુએઈના સ્પેસ શટલને અવકાશમાં લઈ જશે. યુએઈના 'હોપ માર્સ મિશન'એ ટ્વિટર પર કહ્યું કે, હવે તે જુલાઈના અંતમાં થઈ શકે છે. તે જ સમયે, મિત્સુબિશીએ કહ્યું કે, તે સામાન્ય રીતે નિર્ધારિત પ્રક્ષેપણની તારીખના ઓછામાં ઓછા 2 દિવસ પહેલાં ઘોષણા કરે છે.
આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારી કિજી સુઝુકીએ આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે, આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં, આ યોજના મુલતવી રાખવી પડી શકે છે. જાપાનના મોટા ભાગોમાં લગભગ એક અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ભૂસ્ખલન અને પૂરનું નિર્માણ થયું છે. આ કારણે 70થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ મંગળયાન 2021 ફેબ્રુઆરી સુધીમાં મંગળ પર પહોંચશે, જ્યારે યુએઈ તેની 50મી વર્ષગાંઠ ઉજવશે.