નવી દિલ્હી: જાપાની જહાજ ડાયમંડ પ્રિન્સેસ પર કોરોનાનો કેર વધી રહ્યો છે. એવામાં જહાજ પર સવાર લોકોના ડરમાં વધારો થઇ રહ્યો છે. જહાજ પરની એક ક્રૂ મેમ્બર સોનાલી ઠક્કર કોરોનાની લપેટમાં આવી નથી, પરંતુ તેના મનમાં એક પ્રકારનો ડર બેસી ગયો છે. જેથી તેમણે વીડિયોના માધ્યમથી ભારત સરકાર અને વડાપ્રધાન મોદી પાસેથી મદદ માગી છે.
કોરોનાનો કેર: જાપાની ક્રૂઝ ડાયમંડ પ્રિન્સેસમાં 2ના મોત, 7 ભારતીય ચેપગ્રસ્ત - કોરોના જહાજ
જાપાની જહાજ ડાયમંડ પ્રિન્સેસ પર કોરોનાનો કેર વધી રહ્યો છે. જહાજ પર સવાર એક ભારતીયને કોરોના વાયરસના ટેસ્ટ પોઝિટિવ જોવા મળ્યો છે. અત્યાર સુધી આ જહાજ પર સવાર 7 ભારતીય કોરોનાથી અસરગ્રસ્ત થયા છે.
કોરોનાનો કેર: જાપાની જહાજ ડાયમંડ પ્રિન્સેસમાં 2નાં મોત, 7 ભારતીય અસરગ્રસ્ત
આ જહાજ પર 2 વૃદ્ધ મુસાફરોનું મોત થયું છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, એક મહિલા અને એક પુરૂષ પર વાયરસની અસર હતી અને બન્નેનું મોત થયું છે. બન્નેની ઉંમર 80 વર્ષની આસ-પાસ હતી.
જો કે, આ સંબંધમાં આરોગ્ય મંત્રાલય પાસેથી કોઈ પ્રકારનું નિવેદન આવ્યું નથી. આ જહાજમાં કોરોના વાયરસ અસરગ્રસ્ત 600થી વધુ કેસની પૃષ્ટિ કરવામાં આવી હતી.