અમેરિકી રક્ષા મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વિદેશમાં વસતા અમેરિકીઓની સુરક્ષા માટે કડક વલણ રાખી સઘન કાર્યવાહી કરી રહ્યા છે. જે અંતર્ગત ક્રાંતિકારી ગાર્ડ કમાન્ડર કાસિમ સુલેમાનીનું એન્કાઉન્ટર કરવા આદેશ કર્યો હતો.
રક્ષા મંત્રાલયે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, જનરલ સુલેમાની ઈરાકમાં રહી સક્રિય રૂપે અમેરિકી નાગરિકો તેમજ સેના પર હુમલા કરવાનું કાવતરૂ ઘડી રહ્યો હતો. જનરલ સુલેમાની અને કુદ્સ ફોર્સે હજારો અમેરિકીઓ અને અન્ય ગઠબંધનના સહયોગી સભ્યોની હત્યા કરી હતી. લાખો લોકોને ઘાયલ કરવા તેમજ જાનમાલની ખુવારી માટે જનરલ સુલેમાની જવાબદાર છે.