ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફની તબિયત લથડી - internationalnews

લંડન : નવાજ શરીફના પુત્ર હુસૈન નવાજે કહ્યું કે, તેમના પિતાની તબિયત નાદુરસ્ત છે. જ્યાં સુધી તેમના પ્લેટલેટની સંખ્યામાં સ્થિરતા ન આવે ત્યાં સુધી તેમને સારવાર અર્થે અમેરિકા લઈ જવા મુશ્કેલ છે. હાલમાં નવાજ શરીફની લંડનમાં સારવાર ચાલી રહી છે.

લંડન
etv bharat

By

Published : Dec 16, 2019, 10:55 PM IST

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફ લાંબા સમયથી બિમાર છે. તેમના પુત્રએ કહ્યું કે, તેમને સારવાર માટે અમેરિકા લઈ જવા મુશ્કેલ છે. પાકિસ્તાન-મુસ્લીમ-લીગ-નાવજ પાર્ટીના પ્રમુખ 69 વર્ષીય નવાજ શરીફને સારવાર અર્થે 19 નવેમ્બરના રોજ એર એમ્બ્યુલન્સ દ્વારા પાકિસ્તાનથી લંડન લઈ જવામાં આવ્યા હતા.

ભષ્ટ્રાચાર મામલે 7 વર્ષની સજા ભોગવી રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફને સારવાર માટે જામીન મળ્યા બાદ અંદાજે એક મહિના બાદ સારવાર અર્થ લંડન લઈ જવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details