સિયોલઃ દક્ષિણ કોરિયામાં વાયરસના વધુ 169 કેસ નોંધાયા છે. મોટે ભાગે દૈગુ અને તે નજીકના વિસ્તાર કોરોનાથી પ્રભાવિત છે. દક્ષિણ કોરિયામાં કુલ 1146 લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે.
ચીન બાદ હવે સાઉથ કોરિયામાં કોરોનાનો કેર, 11ના મોત, 169 કેસો નોંધાયા - કોરોના વાયરસ સાઉથ કોરિયા
ચીન બાદ હવે સાઉથ કોરિયા પણ કોરોનાનો ભોગ બની રહ્યું છે. સાઉથ કોરિયામાં અત્યાર સુધીમાં વાયરસથી 11 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 169 કેસો નોંધાયા છે.
![ચીન બાદ હવે સાઉથ કોરિયામાં કોરોનાનો કેર, 11ના મોત, 169 કેસો નોંધાયા south korea](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6205329-277-6205329-1582688491587.jpg)
south korea
દક્ષિણ કોરિયાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોએ બુધવારે જણાવ્યું હતું કે, દૈગુમાં નવા કેસોમાંથી 134 કેસોની પુષ્ટિ થઈ છે. જ્યાં સરકાર વાયરસને રોકવા રોકવા માટે આરોગ્ય સાધનો એકત્રિત કરી રહી છે. દૈદુ સિવાય અન્ય પ્રાંતમાંથી વાયરસના 19 કેસ નોંધાયા છે. આ દેશમાં પણ વાયરસથી 11 લોકોનાં મોત થયાં છે.