ગુજરાત

gujarat

ETV Bharat / international

મ્યાનમાર ચૂંટણીમાં શાસક પક્ષ એનએલડીએ બહુમતી મેળવવાનો દાવો કર્યો - મ્યાનમાર સામાન્ય ચૂંટણી

મ્યાનમારમાં સત્તાપક્ષ નેશનલ લીગ ફોર ડેમોક્રેસીએ સંસદીય ચૂંટણીમાં બહુમત મેળવવાનો દાવો કર્યો છે. એનએલડીના પ્રવક્તા મોનીવા આંગ શિને કહ્યું, પાર્ટી પુષ્ટિ કરે છે કે તેમણે બહુમતના આંકડા 322થી વધારે બેઠક પર વિજય મેળવી લીધો છે, પરંતુ છેલ્લા પરિણામોમાં પાર્ટીએ નક્કી કરેલા લક્ષ્યાંક મુજબ 377થી વધારે બેઠક પર વિજય મેળવશે.

મ્યાનમાર ચૂંટણીમાં શાસક પક્ષ એનએલડીએ બહુમતી મેળવવાનો દાવો કર્યો
મ્યાનમાર ચૂંટણીમાં શાસક પક્ષ એનએલડીએ બહુમતી મેળવવાનો દાવો કર્યો

By

Published : Nov 10, 2020, 7:31 PM IST

  • મ્યાનમારમાં સત્તાપક્ષનો ચૂંટણી જીતવાનો દાવો
  • સત્તા પર યથાવત્ રહેવાનો સત્તાપક્ષે કર્યો દાવો
  • એનએલડીના પ્રવક્તા મોનિવા આંગ શિનનું નિવેદન

યંગૂનઃ મ્યાનમારના સત્તાપક્ષ નેશનલ લીગ ફોર ડેમોક્રેસીએ સોમવારે દાવો કર્યો છે કે, તેમણે સંસદીય ચૂંટણીમાં બહુમતી મેળવી લીધી છે અને તેઓ સત્તા પર યથાવત્ રહેશે. જોકે ચૂંટણી પંચે રવિવારે કેટલીક બેઠકો પર જ પરિણામોની ઘોષણા કરી છે.

322થી વધારે બેઠકો પર જીત મેળવી લીધી હોવાની પાર્ટીની પુષ્ટિ

ફેડરલ ઈલેક્શન કમિશને આની પહેલા કહ્યું હતું કે, તમામ પરિણામો આવતા હજી એક અઠવાડિયા જેટલો સમય લાગશે અને ગઈ કાલે રાત્રે 8 વાગ્યા સુધી 642 સભ્યોવાળી સંસદ માટેની ચૂંટણીમાં માત્ર 9 વિજેતાના નામ ઘોષિત કરાયા છે, જેમાંથી દરેક એનએલડીના ઉમેદવાર છે. એનએલડીના પ્રવક્તા મોનિવા આંગ શિને કહ્યું, પાર્ટી એ વાતની પુષ્ટિ કરે છે કે તેમણે બહુમતના આંકડા 322થી વધારે બેઠકો પર જીત મેળવી લીધી છે, પરંતુ પાર્ટી દ્વારા જીત માટે 377 બેઠક પર વિજય મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એનએલડીને જીતની આશા છે. કારણ કે પાર્ટી નેતા અને નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂ દેશમાં ખૂબ લોકપ્રિય છે.

ABOUT THE AUTHOR

...view details