ગુજરાત

gujarat

ETV Bharat / international

ચીનમાં કોરોનાની નવી લહેર, ઘણા વિસ્તારોમાં લાગ્યું લોકડાઉન - કોરોનાની નવી લહેર

ચીનના ઘણા વિસ્તારોમાં ફરીથી લોકડાઉન (Lockdown again in many parts of China) લગાવી દેવામાં આવ્યું છે. જેનુ કારણ કોરોનાની નવી લહેર(Corona's new wave) માનવામાં આવી રહ્યું છે. જે ચીનના પૂર્વ વિસ્તારમાં (In the eastern part of China) હોવાનુ માનવામાં આવે છે.

ચીનમાં કોરોનાની નવી લહેર ઘણા વિસ્તારોમાં લાગ્યું લોકડાઉન
ચીનમાં કોરોનાની નવી લહેર ઘણા વિસ્તારોમાં લાગ્યું લોકડાઉન

By

Published : Mar 12, 2022, 10:14 AM IST

હૈદરાબાદ: ચીનના કેટલાક વિસ્તારોમાં કોરોનાની નવી લહેર (Corona's new wave) ફરીથી ઉદ્ભવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ચાંગચુન અને તેની આસપાસના વિસ્તારમાં લોકડાઉન (Lockdown again in many parts of China) લાદવામાં આવ્યું છે. અહીંની વસ્તી 90 લાખ હોવાનું કહેવાય છે. આ શહેર ચીનના પૂર્વ વિસ્તારમાં (In the eastern part of China) આવેલું છે.

ફરજિયાત માસ્ક પહેરવાનો અને ટેસ્ટિંગ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો

અહેવાલો અનુસાર, શહેરના તમામ રહેવાસીઓને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમને ફરજિયાત માસ્ક પહેરવાનો અને ટેસ્ટિંગ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યાં સુધી ખૂબ જ જરૂરી કામ ન હોય ત્યાં સુધી તેઓ બહાર નીકળી શકતા નથી. શહેરની વાહનવ્યવહાર વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:ઈન્ડોનેશિયામાં મેરાપી પર્વતમાં જ્વાળામુખી ફાટ્યો, 250 જેટલા લોકોને કરોયા સ્થળાંતરિત

શુક્રવારે ચીનમાં કોરોનાના લગભગ 400 કેસ નોંધાયા

એવા અહેવાલો છે કે, શુક્રવારે ચીનમાં કોરોનાના લગભગ 400 કેસ નોંધાયા હતા. તેમાંથી 98 ટકા કેસ ચાંગચુન શહેરની આસપાસના વિસ્તારમાંથી આવ્યા છે. જો કે, એવું પણ કહેવામાં આવ્યું છે કે શહેરનો મુખ્ય ભાગ કોરોનાથી બચ્યો છે. પરંતુ સાવચેતીના ભાગ રુપે લોકડાઉન જેવા પગલા લેવામાં આવ્યા છે.

જિલિન અને અન્ય વિસ્તારમાં 93 કેસ નોંધાયા

ચાંગચુન પાસેનો વિસ્તાર જિલિન છે. જિલિન અને અન્ય વિસ્તારમાં 93 કેસ નોંધાયા છે. આ જ કારણ છે કે અહીં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ શહેરો તરફ જતા તમામ માર્ગો પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને ત્યાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો:Ukraine Paralympic Team: યુક્રેનના 20 ઓલિમ્પિયન હજુ ચીન પહોંચ્યા નથી

ચીનની 87 ટકા વસ્તીને રસી આપવામાં આવી છે

મીડિયા રિપોર્ટ અનુસાર, ચીનની 87 ટકા વસ્તીને રસી આપવામાં આવી છે. જોકે, કોરોનાને કારણે ચીનમાં કેટલા લોકોના મોત થયા છે તેના આંકડા પર કોઈ દેશ વિશ્વાસ કરતો નથી. કારણ કે ત્યાંનું મીડિયા માત્ર સત્તાવાર નિવેદનો જ છાપે છે, તેથી સાચી તસવીરો બહાર આવી શકતી નથી.

ABOUT THE AUTHOR

...view details