- તાલિબાનીઓનો પંજશીરમાં પગપેસારો
- ગવર્નર હાઉસ પર ધ્વજ લહેરાવીને ખુશી વ્યક્ત કરી
- આ સાથે હવે સમગ્ર દેશ તાલિબાનીઓના હાથમાં
ન્યૂઝ ડેસ્ક: અફઘાનિસ્તાન હવે સંપૂર્ણપણે તાલિબાનના કબજામાં છે. અફઘાનિસ્તાનના તમામ પ્રાંત પર કબજો જમાવ્યા બાદ માત્ર પંજશીર પ્રાંત એવો હતો, જ્યાંથી તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તાલિબાન અને નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ(NRF) વચ્ચે ચાલેલા લોહિયાળ જંગનો અંત તાલિબાનની તરફેણમાં આવ્યો છે અને આજે સોમવારે તાલિબાને પંજશીર પ્રાંત પર કબજો કરીને ગવર્નર હાઉસ પર પોતાનો ધ્વજ ફરકાવ્યો છે.
તાલિબાનના પ્રવક્તા ઝબીબુલ્લાહે જાહેર કર્યું નિવેદન
તાલિબાને પંજશીર પ્રાંત પર કરેલા કબજા બાદ તાલિબાનના પ્રવક્તા ઝબીબુલ્લાહે સત્તાવાર રીતે નિવેદન આપીને જાહેરાત કરી હતી કે, પંજશીર પ્રાંત પર કબજો કર્યા બાદ સત્તાવાર રીતે સમગ્ર અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનનું શાસન છે.
NRFના અહમદ મસૂદનું નિવેદન-1
NRFના અહમદ મસૂદનું નિવેદન-2
તાજેતરમાં જ નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટે યુદ્ધવિરામ માટે કરી હતી હાંકલ
ઉલ્લેખનીય છે કે, તાલિબાને સત્તાવાર રીતે પંજશીર પર કબજો કર્યો તે અગાઉ NRF દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં NRFના વડા અહમદ મસૂદે જણાવ્યું હતું કે, તેઓ તમામ વિવાદોનો વાતચીતથી ઉકેલ લાવવા માંગે છે. આ સાથે તેમણે પંજશીરના સામાન્ય લોકો પર તાલિબાન તરફથી લાદવામાં આવેલા પ્રતિબંધોને હટાવવાની માગ કરીને તેમને રાહત આપવાની પણ માગ કરી હતી.