- વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાનું નિવેદન
- ભારતે તાલિબાન સાથે મર્યાદિત મંત્રણા કરી છે
- નવા અફઘાન શાસકો સૂચવે છે કે વ્યવહારિક અભિગમ અપનાવશે
વોશિંગ્ટન: વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ શુક્રવારે કહ્યું કે ભારત અને અમેરિકા અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ચાલ પર નજીકથી નજર રાખી રહ્યાં છે.શ્રિંગલાએ કહ્યું કે ભારતે તાલિબાન સાથે મર્યાદિત મંત્રણા કરી છે, નવા અફઘાન શાસકો સૂચવે છે કે તેઓ ભારતની ચિંતાઓને દૂર કરવા માટે વ્યવહારિક અભિગમ અપનાવશે.
વોશિંગ્ટનની ત્રણ દિવસની મુલાકાતના અંતે આપી જાણકારી
વિદેશ સચિવે વોશિંગ્ટનની ત્રણ દિવસની મુલાકાતના અંતે ભારતીય પત્રકારોના સમૂહને કહ્યું કે, દેખીતી રીતે અમારી જેમ તેઓ પણ નજીકથી નજર રાખી રહ્યા છે અને આપણે પાકિસ્તાનની ચાલ પર કડક નજર રાખવી પડશે. અફઘાનિસ્તાનમાં કેવા પ્રકારની સ્થિતિ સર્જાય છે તેના સંદર્ભમાં અમેરિકા રાહ જુઓ અને જુઓ નીતિ અપનાવશે. આ ભારતની નીતિ પણ છે.તેનો અર્થ એ નથી કે તમે કંઈ કરશો નહીં, તેનો અર્થ એ છે કે જમીન પરની પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે અને જોવું પડશે કે તે કેવી રીતે બદલાય છે. જોવું પડશે કે જાહેરમાં આપવામાં આવેલી ખાતરી ખરેખર લાગુ કરવામાં આવી છે કે નહીં, અને તેમની સીસ્ટમ કેવી રીતે કાર્ય કરી રહી છે. તેમની (તાલિબાનો) સાથે અમારી વાતચીત ઘણી મર્યાદિત રહી છે. એવું નથી કે અમે કોઈ નક્કર વાતચીત કરી છે. પરંતુ અત્યાર સુધી થયેલી તમામ વાટાઘાટોમાં, ઓછામાં ઓછું તાલિબાન સૂચવે છે કે તેઓ વ્યવહારિક અભિગમ અપનાવશે.
તાલિબાન સાથેની મુલાકાત વિશે જણાવ્યું
વિદેશ સચિવે તાજેતરમાં કતારમાં ભારતના રાજદૂતની તાલિબાનના વરિષ્ઠ નેતા સાથેની મુલાકાત અંગેના સવાલનો જવાબ આપી રહ્યાં હતાં. "અમે તેમને કહ્યું કે અમે નથી ઈચ્છતા કે તેમનો પ્રદેશ અમારી અથવા અન્ય દેશો સામે કોઈ આતંકવાદી ખતરો ઉભો કરે, અમે ઈચ્છીએ છીએ કે તેઓ મહિલાઓ, લઘુમતીઓ પ્રત્યે સંવેદનશીલ બને." મને લાગે છે કે તેમણે તેની બાજુથી ખાતરી આપી છે.