- તાલિબાને (Taliban) અફઘાનિસ્તાનના (Afghanistan) સૌથી મોટા શહેર હેરાત (Herat) પર કબજો કર્યો
- તાલિબાનીઓએ દાવો કર્યો છે કે, તેમણે અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર કંધાર પર કબજો
- તાલિબાને (Taliban) અત્યાર સુધી 34 પ્રાન્તીય રાજધાનીઓમાંથી 11 પર કબજો કરી લીધો છે
- અફઘાનિસ્તાનથી (Afghanistan) અમેરિકી અને નાટો (NATO)ના બળોની વાપસી વચ્ચે તાલિબાને કર્યો કબજો
કાબુલઃ તાલિબાને (Taliban) ગુરૂવારે કાબુલની નજીક વ્યાહાત્મક રૂપથી મહત્ત્વપૂર્ણ વધુ એક પ્રાંતીય રાજધાની તથા દેશના ત્રીજા સૌથી મોટા શહેર હેરાત પર કબજો કરી લીધો છે. અફઘાનિસ્તાનથી અમેરિકી અને નાટોના બળોની વાપસી વચ્ચે તાલિબાને ગુરૂવારે આ કબજો કર્યો હતો. આની સાથે તાલિબાને અત્યાર સુધી 34 પ્રાન્તીય રાજધાનીઓમાંથી 11 પર કબજો કરી લીધો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ આતંકી હવે ક્યારેય પણ કાબુલ પર હુમલો કરી શકે છે. અમેરિકન રક્ષા વિભાગ કાબુલથી એમ્બેસીના કર્મચારીઓને નીકાળવા માટે અફઘાનિસ્તાનમાં સેના મોકલશે.
આ પણ વાંચો-રિપોર્ટમાં ખુલાસો: તાલિબાન દ્વારા દાનિશ સિદ્દીકીની નિર્દયતાથી હત્યા
સરકારી ઈમારતથી ભીષણ ફાયરિંગની અવાજ આવી હ
હૈરાત પર કબજો તાલિબાન માટે અત્યાર સુધી સૌથી મોટી સફળતા છે. પ્રત્યક્ષદર્શીઓના મતે, એક સરકારી ઈમારતથી ભીષણ ફાયરિંગની અવાજ આવી હતી. જ્યારે તાલિબાનના કબજેમાં આવ્યા પછી શહેરના અન્ય હિસ્સામાં શાંતિ છે. તો ગજની પર તાલિબાનના કબજાની સાથે અફઘાનિસ્તાનની રાજધાનીને દક્ષિણ પ્રાન્તોથી જોડનારો એક મહત્ત્વપૂર્ણ રાજમાર્ક કપાઈ ગયો છે.
આ પણ વાંચો-બોમ્બ બ્લાસ્ટમાં અફઘાન એરફોર્સના પાયલોટનું મોત, વાહનને નિશાન બનાવી કર્યો વિસ્ફોટ