ગુજરાત

gujarat

ETV Bharat / international

અફઘાનિસ્તાનઃ તાલિબાન હુમલામાં 12 પોલીસકર્મી સહિત 16 લોકોના મોત - આતંકવાદીઓનો હુમલો

તાલિબાની હુમલામાં અફઘાનિસ્તાનના 12 પોલીસકર્મી અને 4 નાગરિકોના મોત થયા છે. જાણકારી અનુસાર આ હુમલામાં 12 આતંકીઓને પણ ઠાર મરાયા છે.

Afghan officers
આતંકી અથડામણ

By

Published : Jul 13, 2020, 5:08 PM IST

કાબુલઃ અફઘાનિસ્તાનના કુંદુજ અને બદખસાન વિસ્તારમાં તાલિબાનના હુમલામાં 12 પોલીસ કર્મચારી અને 4 નાગરિકોના મોત થયા છે. આ હુમલામાં 12 આતંકવાદીઓનો પણ ખાત્મો કરાયો છે. અધિકારીઓએ સોમવારે આ ઘટનાની પુષ્ટિ કરી હતી.

સમાચાર એન્જન્સીઓના જણાવ્યા અનુસાર, પ્રાંતિય પરિષદના એક સદસ્ય યૂસુફ અયૂબીએ કહ્યું કે, તાલિબાન આતંકવાદીઓએ રવિવારની રાત્રે કુંદુજ વિસ્તારના ઇમામ સાહિબ જિલ્લામાં હુમલો કર્યો હતો, જે હુમલામાં 5 પોલીસ કર્મચારી અને 4 નાગરિકોના મોત થયા હતા. આ સાથે જ આ હુમલામાં 8 લોકો ઘાયલ પણ થયા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર સોમવારે સવાર સુધી આ અથડામણ શરૂ રહી હતી. સુરક્ષાદળોએ તાલિબાન હુમલાવરો પર તાકાતથી હુમલો કર્યો હતો. જેના કારણે તે જિલ્લામાંથી ભાગવા માટે મજબૂર થયા હતા. આ હુમલામાં 6 આતંકવાદીઓ ઠાર થયા હતા અને અન્ય આતંકીઓ ઘાયલ થયા હતા.

એક પ્રાંતિય સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે, તાલિબાન આતંકવાદીઓએ અરગાનખ્વાહ જિલ્લાની ચેકપોસ્ટ પાસે પોલીસ પર હુમલો કર્યો હતો, જેમાં 7 પોલીસ કર્મચારી અને 5 તાલિબાની માર્યા ગયા હતા. જેમાં 2 પોલીસ કર્માચારી પણ ઘાયલ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details