તાઇપેઃ તાઇવાનની રાષ્ટ્રપતિ સાઇ ઇંગ વેને સ્વ-શાસિત દ્વીપના લોકતંત્ર પર ચીનના વધારાના દબાણ વચ્ચે રાષ્ટ્રપતિ તરીકે સતત બીજીવાર કાર્યકાળની શરુઆત કરી હતી.
સાઇ સત્તારુઢ 'ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી'નું પ્રતિનિધિત્વ કરે છે, જે તાઇવાનની ઔપચારિક આઝાદી પર પક્ષઘર છે, જ્યારે ચીન તેની વિરુદ્ધ છે અને તેનું કહેવું છે કે, તે તેને રોકવા માટે બળપ્રયોગ કરી શકે છે.
હોંગકોંગમાં લોકશાહી તરફી દેખાવો પર ચીની કાર્યવાહી પછી યોજાયેલી ચૂંટણીમાં સાંઇએ અવિરત વિજય મેળવ્યો હતો. આ જીતે બતાવ્યું છે કે તાઇવાન લોકો ચીનના શાસનને સ્વીકારવા વિરુદ્ધ છે.
63 વર્ષીય સાંઇ રાષ્ટ્રપતિ તરીકેના બીજા કાર્યકાળની શરૂઆતના પ્રસંગે બુધવારે યોજાયેલા કાર્યક્રમ બાદ રાષ્ટ્રને સંબોધન કરશે.