- તુર્કી સરહદ નજીકના એક શહેરમાં બળવાખોરો પર બોમ્બમારો કર્યો
- ચાર લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા
- મૃતકોમાં ત્રણ સ્થાનિક પોલીસ સામેલ
બેરૂત: સીરિયન સરકારે શનિવારે તુર્કીની સરહદ નજીકના એક શહેરમાં બળવાખોરો પર બોંબ ફેક્યા હતા, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો આ હુમલાથી ઘાયલ થયા હતા. સીરિયન વિપક્ષી કાર્યકરોએ આ માહિતી આપી હતી.
ચારના મોત, અનેક ધાયલ
સરમાદા શહેર પર બોંબમારો એવા સમયે થયો છે જ્યારે સીરિયાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં બળવાખોરોના કબજાવાળા વિસ્તારોમાં તણાવ વધી રહ્યો છે. ગયા વર્ષે માર્ચમાં આ ક્ષેત્રમાં યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી, જેનું ગયા અઠવાડિયે ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. બ્રિટન સ્થિત માનવાધિકાર સંગઠન 'સીરિયન ઓબ્ઝર્વેટરી' એ કહ્યું કે, મૃતકોમાં ત્રણ સ્થાનિક પોલીસ હતા જેમના સ્ટેશન પર સીધો હુમલો કરવામાં આવ્યો હતો. સંગઠને કહ્યું કે આ હુમલામાં 17 લોકો ઘાયલ પણ થયા છે.
આ પણ વાંચો :2022-24 માટે UNHRCમાં ભારત ફરી ચૂંટાયું, જાણો કેટલામી વખત ભારત ચૂંટાયું
આ પણ વાંચો : બ્રિટનથી આવતા લોકો માટે ભારતે નરમ વલણ અપનાવ્યુંઃ આરોગ્ય મંત્રાલય