બેરૂતઃ સીરિયાઈ શાસને ળવાખોરો અને જેહાદીઓ દ્વારા કબજે કરાયેલી છાવણી શોધીને તેની પર હુમલો કર્યો હતો. જેમાં 20 સામાન્ય નાગરિકોના મોત થયા હતાં. જેમાં એક શાળા પણ સામેલ હતી. સીરિયન ઑબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે મંગળવારે જણાવ્યું હતું કે, "શાસન દ્વારા કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા નવ બાળકોના મોત થયા હતાં, તો રશિયન સમર્થિત શાસનની દળો ઇદલિબને પોતાની માલિકીમાં લેવા માટે એક પછી એક હુમલો કરી રહ્યું છે.
સીરિયા શાસનનો હવાઈ હુમલો, 20 લોકોના મોત - સીરીયા ઑબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ
સીરિયા ઑબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના જણાવ્યાનુસાર, સીરિયાઈ શાસને બળવાખોરો અને જેહાદીઓ દ્વારા કબજે કરવામાં આવેલી જગ્યાઓ પર હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 20 લોકોની હત્યા કરાઈ છે.
syria
નોંધનીય છે કે, ઈદબિલ છેલ્લો મુખ્ય વિસ્તાર છે. જે બળવાખોરો અને જેહાદીઓએ પચાવી પાડ્યો છે. ઑબ્ઝર્વેટરી પ્રમુખ રામી અબ્દેલ રહમાને કહ્યું હતું કે, "ઈદબિલમાં શાસન હુમલામાં એક વિદ્યાર્થી અને ત્રણ શિક્ષકના મોત થયા હતાં."
ઈદબિલના ઉત્તરમાં આલેવા મારાત મિસરિનમાં ઓછામાં ઓછા 6 બાળકો સહિત 10 લોકોના મોત થયા હતાં, તો ઉત્તર-પૂર્વમાં આવેલા શહેર બિનિશના હુમલામાં આ એક મા અને તેના બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા હતાં.