જકાર્તા: બુધવારે પશ્ચિમ ઇન્ડોનેશિયામાં બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઇને લોકોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ જણાવ્યું હતું કે, 6.8ની તીવ્રતાનો ભૂકંપ દરિયાની નીચે 10 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો.
પશ્ચિમ ઇન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા, કોઈ જાનહાની - ઇન્ડોનેશિયામાં ભૂકંપ
પશ્ચિમ ઇન્ડોનેશિયામાં બે ભાયનક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઇને લોકોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી.
ઇન્ડોનેશિયામાં ભૂકંપ
યુએસજીના જણાવ્યા મુજબ તેનું કેન્દ્રબિંદુ સુમાત્રા ટાપુ પર બેંગકુલુ નજીક હતું, જે બેંગકુલુ શહેરથી પશ્ચિમ-દક્ષિણમાં 144.5 કિલોમીટર દૂર છે. આ ભૂકંપ ટાપુના કેટલાક વિસ્તારોમાં અનુભવાયો હતો, ત્યારબાદ 6 મિનિટ પછી ફરી 6.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, પરંતુ ત્સુનામીની ચેતવણી આપવામાં આવી નથી.