- શ્રીવિજ્યા એરનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત
- આ વિમાનમાં 62 લોકો હતા સવાર
- વિમાનના કાટમાળ સહિત પ્રવાસીઓના મૃતદેહ પણ મળી આવ્યા
જકાર્તા : ઇન્ડોનેશિયાના જકાર્તાથી ઉડાન ભર્યા બાદ શ્રીવિજ્યા એરનું વિમાન SJY 182 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. બોઇન્ગ 737-500 શ્રેણીના પ્લેનમાં પાયલટ સહિત કુલ 62 લોકો સવાર હતા. આ વિમાનનો કાટમાળ જાવા સમુદ્રમાંથી મળી આવ્યો છે.
શ્રીવિજ્યા એરનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 62 લોકો હતા સવાર વિમાન 60 સેકેન્ડ કરતા ઓછા સમયમાં 10,000 ફુટની ઉચાઇથી નીચે આવ્યું
શ્રીવિજ્યા એરનું વિમાન SJY 182એ જકાર્તાથી ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાના 4 મિનિટ બાદ જ વિમાનનો સંપર્ક વિહોણું બન્યું હતું. જે દરમિયાન આ વિમાન કાલીમંતન પ્રાંતના પોન્ટિયાનક રૂટ પર હતું. ફ્લાઇટ રડાર 24 નામની વેબસાઇટ મુજબ જકાર્તાથી ઉડાન ભર્યાની 4 મિનિટની અંદર જ આ વિમાન 60 સેકેન્ડ કરતા ઓછા સમયમાં 10,000 ફુટની ઉચાઇથી નીચે આવ્યું હતું.
વિમાનનો કાટમાળ અને પ્રવાસીઓના મૃતદેહ મળ્યા
ત્રિસૂલા કોસ્ટ ગાર્ડના જહાજના કમાન્ડર કેપ્ટન ઇકો સૂર્યા હાડીના જણાવ્યા મુજબ આ વિમાનના કાટમાળ સહિત પ્રવાસીઓના મૃતદેહ પણ મળી આવ્યા છે.