શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કટોકટીની સમય મર્યાદા ફરી વધારી - maitripala
કોલંબોઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ દેશની પરિસ્થિતીને જોતા શનિવારના રોજ આપાત કાલીનના સમયમાં એક મહિનાનો વધારો કર્યો છે, રાષ્ટ્રપતિ મૈત્રીપાલાએ જણાવ્યું હતુ કે, કટોકટીમાં લોકના જીવન માટે જરૂરી પુરવઠો અને સેવાઓની વ્યવસ્થા, જાહેર સલામતી માટે કટોકટી અસરકારક છે.
![શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કટોકટીની સમય મર્યાદા ફરી વધારી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3631377-730-3631377-1561191932633.jpg)
સિરીસેનાએ શ્રીલંકામાં થયેલા આત્મઘાતી હુમલાના બીજા જ દિવસે એટલે કે 22 એપ્રિલના રોજ કટોકચીની જાહેરાત કરી હતી. આ હુમલામાં 250થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા અને 500થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
રાષ્ટ્રપતિ મૈત્રીપાલાએ 22 મેના રોજ આપાતકાલીનની સમય મર્યાદા વધુ એક મહિના માટે વધારી હતી તે હવે પૂર્ણ થઇ છે. ત્યારે શનિવારના રોજ ફરી રાષ્ટ્રપતિ મૈત્રીપાલાએ આ સમય મર્યાદાને ફરી એક મહિના માટે વધારી છે. વધુમાં તેમને ઉમેર્યુ હતુ કે, દેશમાં હજી શંકાસ્પદ જગ્યાએ દરોડા પાડવાનુ કાર્ય ચાલુ છે. પોલીસએ જણાવ્યું હતુ કે, આતંકવાદી હુમલામાં અત્યાર સુધી 100 જેટલા શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે.