- શ્રીલંકાના નાગરિકને કથિત નિંદાના આરોપમાં ઢોર માર માર્યો
- પરિસ્થિતિને મુઠીમાં લાવવા મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત
- આ મામલાની તપાસ કરવા અને 24 કલાકની અંદર રિપોર્ટ કરવાનો આદેશ
લાહોર:પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શુક્રવારે એક ટોળાએ શ્રીલંકાના નાગરિકને કથિત ઇશ નિંદાના આરોપમાં માર મારી અને પછી તેના શરીરને સળગાવી દીધું (Sri Lankan citizen Killed in Punjab)હતું. આ મામલે પંજાબ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, લગભગ 40 વર્ષીય પ્રિયંતા કુમારા અહીંથી લગભગ 100 કિમી દૂર સિયાલકોટ જિલ્લાની એક ફેક્ટરીમાં જનરલ મેનેજર (Siyalkot factory General Manager) તરીકે કામ કરતી હતી.
કુમારાએ કટ્ટરપંથી તહરીક-એ-લબૈક પાકિસ્તાનનું પોસ્ટર ફાડ્યું
અધિકારીએ જણાવ્યું હતું કે, "કુમારાએ કથિત રીતે કટ્ટરપંથી તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP Tehreek Labbik Pakistan) નું પોસ્ટર ફાડી નાખ્યું હતું, જેમાં કુરાનની કલમો લખેલી હતી અને પછી તેને ડસ્ટબીનમાં ફેંકી દીધી હતી તેવુ અધિકારીનુ નિવેદન છે. કુમારાની ઓફિસ પાસેની દિવાલ પર ઈસ્લામિક પાર્ટીનું પોસ્ટર ચોંટાડવામાં આવ્યું હતું. આ પોસ્ટર હટાવતા ફેક્ટરીના કેટલાક કામદારોએ જોયો અને તુરંત જ ફેક્ટરીમાં આ વાતની જાણ કરી હતી.
આ ઘટના દરમિયાન લોકો TLPના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા
ઇશનિંદાની ઘટનાને લઈને આસપાસના તમામ વિસ્તારોમાંથી સેંકડો લોકો ફેક્ટરીની બહાર એકઠા થવા લાગ્યા હતા, તેમાંથી મોટાભાગના કાર્યકરો અને TLP (Tehreek Labbik Pakistan)ના સમર્થકો હતા. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં જોવા મળે છે કે શ્રીલંકાના નાગરિકના મૃતદેહની આસપાસ સેંકડો લોકો ઉભા છે. તે દરમિયાન તેઓ TLPના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.સિયાલકોટના જિલ્લા પોલીસ અધિકારી ઓમર સઈદ મલિકે પત્રકારોને જણાવ્યું હતું કે, શ્રીલંકાના નાગરિકની હત્યા કરાયા બાદ પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.