બેઇજિંગ: યુ.એસ. સાથે વધી રહેલા તણાવ વચ્ચે ચીને તેના સૈનિકોને અમેરિકી સૈનિકો સાથેના અવરોધમાં પહેલા ફાયરિંગ ન કરવાની સૂચના આપી છે. કારણ કે, બેઇજિંગ દક્ષિણ ચીન સમુદ્રમાં યુ.એસ. સાથે તનાવ વધારતું હોય તેવું લાગી રહ્યું છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના સૂત્રોને જણાવ્યું છે કે, અમેરિકાએ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના દાવાને નકારી કાઢતા હાલના સમયમાં બન્ને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે. હોંગકોંગ અને શિનજિયાંગમાં પણ બંને દેશોએ માનવાધિકાર ઉલ્લંઘનની ટીકા કરી છે.
મીડિયા માધ્યમોના સૂત્રોના હવાલેથી જણાવા મળ્યું છે કે, બેઇજિંગે પાઇલટ્સ અને નૌકા અધિકારીઓને અમેરિકન વિમાન અને યુદ્ધ જહાજોની સતત ગતિવિધિઓના સમય પર સંયમ રાખવાનો આદેશ આપ્યો છે.
ગયા મહિને, યુ.એસ.ના બે વિમાનવાહક જહાજો યુએસએસ રોનાલ્ડ રીગન અને યુએસએસ નિમિત્જ કેરિયર સ્ટ્રાઈક ફોર્સ દક્ષિણ ચીન સમુદ્રમાં કાર્યરત હતા. નિમિત્જ અને રોનાલ્ડ રીગન સ્ટ્રાઇક જૂથોએ તમામ-ડોમેન વાતાવરણમાં લડાઇ તત્પરતા અને નિપુણતાને મજબૂત કરવા માટે ઘણા અભ્યાસ કર્યા હતા. એકીકૃત મિશનમાં એર ડિફેન્સ અભ્યાસ, વ્યૂહાત્મક દાવપેચ અભ્યાસત, લડાઇની તત્પરતા અને દરિયાઇ શ્રેષ્ઠતા જાળવવા માટે લાંબા અંતરની દરિયાઇ સ્ટ્રાઇકનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
સેનાના એક સ્રોતે જણાવ્યું કે, બેજિંગે યુ.એસ.ને વિવિધ ચેનલો દ્વારા માહિતગાર કર્યા હતા કે, તેણે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સદભાવનાના ઇશારે પહેલા પોતાના સૈન્યને ફાયર ન કરવાનું કહ્યું હતું.
હાલના સમયમાં અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો બગડ્યા છે. યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયો ઘણી વાર અનેક મુદ્દાઓ પર ચીનના શાસક ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની નિંદા કરી ચૂક્યા છે.