સિઓલ: કોરોના વાઇરસ સંકટ પર દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, અમારી સરકાર પડોશીઓને ભાગીદારી માટે નવી તક આપી શકે છે. એક સ્થાનિક સમાચાર એજન્સીના એક અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ મૂન જે-ઇન સોમવારે સયુક્ત રાષ્ટ્રની આગેવાની હેઠળના પ્યોંગયાંગ પરના પ્રતિબંધોનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં.
દક્ષિણ કોરિયા વાસ્તવિક અને વ્યવહારિક સહયોગથી આગળ વધશે: રાષ્ટ્રપતિ મૂન - ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇને કહ્યું છે કે, અમારી સરકાર આંતરરાષ્ટ્રીય અવરોધો છતાં ઉત્તર કોરિયા સાથે વાસ્તવિક અને વ્યવહારિક સહયોગથી આગળ વધશે.

દ.કોરિયા અવરોધો છતાં વાસ્તવિક-વ્યવહારિક સહયોગ કરશે: રાષ્ટ્રપતિ મૂન
નોંધનીય છે કે, સોમવારે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન અને રાષ્ટ્રપતિ મૂન જે-ઈન વચ્ચે ઐતિહાસિક પાનમૂનજોમ સંમેલનની બીજી વર્ષગાંઠનો દિવસ હતો. એક અહેવાલ મુજબ, કેટલાક અઠવાડિયાથી કિમ જોંગ જાહેરમાં જોવા મળ્યાં નથી. જેથી તેમની તબિયત અંગે પણ ઘણી અટકળો ચાલી રહી છે.