સિંગાપોર: સિંગાપોરના વડાપ્રધાન લી સિયન લૂંગે શુક્રવારે કહ્યું હતું કે કોરોના વાઇરસના સંક્રમણના 49 નવા કેસો સામે આવ્યા છે. 'તોફાન હજી પૂરું થયું નથી', દેશમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યા વધીને 732 થઈ ગઈ છે.
તેમણે વધુમાં કહ્યું કે, 'તોફાન અટક્યું નથી. તેનો ભય હજુ પણ છે અને સિંગાપોરમાં હજુ પણ વાઇરસના સંક્રમણના કિસ્સાઓ સામે આવી રહ્યાં હોવાથી આપણે ખૂબ સાવધાન રહેવું પડશે.
વૈશ્વિક રોગચાળાથી પ્રભાવિત અર્થતંત્રને સંભાળવા માટે 48.4 અબજ સિંગાપોર ડોલરના બજેટની જાહેરાત કર્યા પછી વડાપ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે, અમે લડી રહ્યા છીએ અને સમસ્યા હજુ પણ ઉકલી નથી. અમે બધી વ્યવસ્થા કરી છે, પરંતુ તે પૂરતી સાબિત થઇ રહી નથી. ”