ગુજરાત

gujarat

ETV Bharat / international

ઇઝરાયલના હુમલામાં 15 ફિલિસ્તીનીઓના મોત - ફિલિસ્તીનના ગાજા પટ્ટી

ગાજા: ફિલિસ્તીનના ગાજા પટ્ટી વિસ્તારમાં ઇઝરાયલ હવાઇ હુમલામાં બુધવારે ફિલિસ્તીનિઓના મોત થયા હતા. મંગળવારથી અત્યાર સુધી મૃતકોની સંખ્યા 15 થઇ ગઇ છે. ગાજા સ્વાસ્થ્ય મંત્રાલાય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

file photo

By

Published : Nov 15, 2019, 9:34 AM IST

મળતી માહિતી મુજબ, ગાજા સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારના રોજ કહ્યું હતું કે ,હવાઇ હુમલામાં ગાજા પટ્ટીમાં નુસીરત શરણાર્થી શિબિરની પાસે ત્રણ ફિલિસ્તીનના યુવક માર્યા ગયા છે. ડોક્ટરોએ કહ્યું કે, બુધવારના રોજ ઈઝરાયલ જિહાદની વચ્ચે તણાવ સર્જાતા બીજા દિવસે પૂર્વી ગાજા શહેર તથા મધ્ય ગાજા પટ્ટીમાં અલગ અલગ ઈઝરાઇલ હવાઇ હુમલામાં બે ફિલિસ્તીની માર્યા ગયા હતા.

ઉલ્લેખનીય છે કે,ઇઝરાયલ દ્વારા વરિષ્ઠ ઇસ્લામિક જિહાદ આંતકવાદી બહા અલ અત્તા તથા તેમની પત્ની પૂર્વી ગાજાના ઘર પર હવાઇ હુમલો કરવામાં આવ્યા હતા.જે બાદ આ હિંસા થઇ હતી.

ABOUT THE AUTHOR

...view details