ગુજરાત

gujarat

ETV Bharat / international

આતંકવાદનો ખાતમો કરવા એકજૂટ થવું જરૂરીઃ PM મોદી - Terrorism

બિશ્કેકઃ SCO સમિટના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ આતંકવાદ વિરૂદ્ધ પોતાની વાત રજૂ કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આતંકવાદનો વિનાશ કરવા માટે બધાએ એક જૂટ થવું પડશે.

ફાઇલ ફોટો

By

Published : Jun 14, 2019, 1:09 PM IST

Updated : Jun 14, 2019, 3:48 PM IST

ટેરરિઝમ પર નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આતંકવાદને વધારનારા વિરૂદ્ધ અવાજ ઉઠાવવો જોઇએ.

PM મોદીએ આતંકવાદ પર વધુમાં કહ્યું કે, આતંકવાદને દૂર કરવા માટે બધાએ એક સાથે આવવું પડશે ત્યારે જ સમગ્ર વિશ્વમાંથી આતંકીઓ અને આતંકવાદને દૂર કરી શકાશે. તેમણે કહ્યું કે, આતંકવાદ દરરોજ કેટલાયના જીવ લે છે.

વધુમાં વડાપ્રધાન મોદીએ હેલ્થ કેર પર પોતાની વાત રજૂ કરી હતી. આર્થિક સહયોગ એક આધાર છે તેમ પણ જણાવ્યું હતું. વધુમાં મોદીએ કહ્યું કે, આતંકવાદ આ સમયની સૌથી મોટી સમસ્યા બની છે. આતંકવાદનો નાશ કરવા માટે SCO દેશો સાથે આવવું પડશે. તેમણે શ્રીલંકાના ચર્ચમાં થયેલા આંતકી હુમલા પર ક્હયું કે, આપણે આતંકવાદનો સામનો એક સાથે મળીને કરવો જોઇએ..

Last Updated : Jun 14, 2019, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details