રિયાદ: સાઉદી અરેબિયાના રાજા શાહ સલમાનને પિત્તાશયમાં સોજો આવતા તેની તબીયત ખરાબ થઇ હતી. તેમને રિયાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યની રોયલ કોર્ટે સોમવારે સત્તાવાર સાઉદી પ્રેસ એજન્સી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપી હતી.
સાઉદી અરેબિયાના રાજા સલમાનની તબિયત ખરાબ, પિત્તાશયમાં સોજો - રાજા સલમાનના પિત્તાશયમાં સોજો
સાઉદી અરેબિયાના રાજા શાહ સલમાનને પિત્તાશયમાં સોજો આવ્યો જેના કારણે તેમની તબીયત ખરાબ થઇ હતી. તેમને રિયાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સાઉદી અરેબિયાના રાજા સલમાન
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 84 વર્ષીય કિંગ સલમાનની હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી રહી છે. કિંગ સલમાન જાન્યુઆરી 2015 થી સત્તામાં છે. તેણે તેમના અનુગામી તરીકે તેમના 34 વર્ષના પુત્ર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની નિમણૂક કરી છે.