ગુજરાત

gujarat

ETV Bharat / international

આરોગ્યની અફવાઓ વચ્ચે કિમ જોંગ વિશેષ ટ્રેનમાં હોવાની આશંકા, સેટેલાઇટ ઈમેજમાં થયો ખુલાસો - reports about Kim’s health

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગની તબિયત ખરાબ હોવાના અહેવાલ ઈન્ટરનેશન મીડિયામાં છેલ્લા કેટલાય દિવસોથી ફેલાઈ રહ્યા છે. જોકે, કિમ જોંગ એક વિશેષ ટ્રેનમાં ઉત્તર કોરિયાના એક રિસોર્ટની બહાર જોવા મળ્યા હતાં.

કિમ જોગ
કિમ જોગ

By

Published : Apr 26, 2020, 12:07 PM IST

નોર્થ કોરિયાઃ વોશિંગ્ટન સ્થિત નોર્થ કોરિયા મોનિટરિંગ પ્રોજેક્ટ હેઠળ સેટેલાઈટ તસવીરો દ્વારા કિમ જોંગની સ્પેશિયલ ટ્રેન ઉત્તર કોરિયાના એક રિસોર્ટની બહાર જોવા મળી હતી. મોનિટરિંગ પ્રોજેક્ટે પોતાની રિપોર્ટમાં દાવો કર્યો છે કે, 21 અને 23 એપ્રિલે વોન્સાની લીડરશીપ સ્ટેશન પર કિમ જોંગની ટ્રેન જોવા મળી હતી.

આરોગ્યની અફવાઓ વચ્ચે કિમ જોગ વિશેષ ટ્રેનમાં હોવાની આશંકા સેટેલાઇટ દ્વાર વ્યક્ત કરાઈ

રિપોર્ટમાં એ પણ દાવો કરાયો છે કે, આ તારીખ દરમિયાન સ્ટેશન કિમ જોંગના પરિવાર માટે રિઝર્વ કરાયું હતું.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્રેનની હાજરીમાં ઉત્તર કોરિયાના શાસકને રહેઠાણને સાબિત કરતી નથી. તેમના સ્વાસ્થ્ય વિશે કોઈ સ્પષ્ટ સંકેત આપ્યો નથી. પરંતુ એવું કેહવામાં આવી રહ્યું છે કે, આ દિવસોમાં દેશના પૂર્વી તટ પર એક એલીટ વિસ્તારમાં ક્યાંક રહેતા હશે.

નોંધનીય છે કે, દુનિયાભરમાં મીડિયો રિપોર્ટસમાં કિમ જોંગની તબિયત ખરાબ હોવાનો દાવો કર્યો હતો. કિમ જોંગ છેલ્લે 12 એપ્રિલે જોવા મળ્યા હતા. 15 એપ્રિલ તે પોતાના દાદા અને ઉત્તર કોરિયાના સંસ્થાપક કિમ ઈલ સુંગના જન્મદિવસના ભવ્ય સમારોહમાં પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત ખરાબ હોવાની ખબરે જોર પકડ્યું હતું.

આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર, કિમ જોંગની રક્તવાહિનીના રોગને કારણે લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન તેની તબિયત લથડતી હતી. દક્ષિણ કોરિયા અને અમેરિકન મીડિયા અહેવાલોએ આ વિશે બે પ્રકારના દાવા કર્યા છે.

યુ.એસ.ના ગુપ્તચર સ્ત્રોતોને ટાંકતા મીડિયા અહેવાલોમાં, "કિમ જોંગ કાં તો કોમામાં છે અથવા બ્રેન ડેડ છે". તેમ જણાવવામાં આવ્યું છે. અત્યારે તેની ગંભીર હાલત વિશે કોઈને જાણ નથી.

ABOUT THE AUTHOR

...view details