સિયોલ: દક્ષિણ કોરિયાએ જણાવ્યું હતું કે, તેની અને ઉત્તર કોરિયાના સૈનિકો વચ્ચે સરહદ પર ફાયરિંગ થયું છે. સંયુક્ત ચીફ ઓફ સ્ટાફે સિયોલમાં જણાવ્યું હતું કે, રવિવારે ઉત્તર કોરિયાના સૈનિકોએ દક્ષિણ કોરિયાની બોર્ડર પર આવેલી ગાર્ડ ચોકી પર ગોળીબાર કર્યો હતો.
ઉત્તર અને દક્ષિણ કોરિયાના સૈનિકો વચ્ચે ફાયરિંગ
ઉત્તર કોરિયાના સૈનિકોએ દક્ષિણ કોરિયાની બોર્ડર ગાર્ડ ચોકી પર રવિવારે ગોળીબાર કર્યો હતો. ઉત્તર કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે આ માહિતી આપી હતી.
કોરિયા
દક્ષિણ કોરિયાના સેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, જેના જવાબમાં દક્ષિણ કોરિયાએ ચેતવણીના ભાગરૂપે બે રાઉન્ડ જવાબી ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર દરમિયાન દક્ષિણ કોરિયામાં કોઈ જાનહાની થઈ નથી.
શનિવારે ઉત્તર કોરિયાના શાસક કિમ જોમ ઉને તેની આરોગ્ય સંબંધિત તમામ અટકળો પર રોક લગાવ્યા બાદ જાહેરમાં દેખાયા હતા. જેના એક દિવસ બાદ રવિવારે સરહદ પર ફાયરિંગની ઘટના સામે આવી છે.