ગુજરાત

gujarat

ETV Bharat / international

રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્તિનને કોરોના પોઝિટિવ - ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી

રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્તિનને કોરોના પોઝિટિવ થયો છે. આ માહિતી તેમણે ખુદ આપી છે. તેમણે રાષ્ટ્રપતિ પુતિનને માહિતી આપી કે, તે એકાંતમાં રહેશે. આ ઉપરાંત તેમનો કાર્યભાર ઉપ-વડાપ્રધાન સંભાળશે.

ETV BHARAT
રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્તિનને કોરોના પોઝિટિવ

By

Published : May 1, 2020, 10:32 AM IST

મોસ્કોઃ રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્તિને કહ્યું કે, તેમને કોરોના પોઝિટિવ થયો છે અને તેમણે એકાંતમાં રહેવા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને માહિતી આપી છે.

ઉપ-વડાપ્રધાન આંદ્રેઈ બેલૌસોવ તેમનો કાર્યભાર સંભાળશે. જો કે, વડાપ્રધાને કહ્યું કે, તે મુખ્ય મુદ્દાઓને લઇને સંપર્કમાં રહેશે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વડાપ્રધાન મિશુસ્તિનને સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. મોદીએ કહ્યું કે, કોવિડ-19 મહામારી વિરુદ્ધ આ લડાઈમાં હું રશિયાની સાથે છું.

વડાપ્રધાન મોદીનું ટ્વીટ

ઉલ્લેખનીય છે કે, 54 વર્ષીય મિશુસ્તિને જાન્યુઆરીમાં વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતા.

એક વીડિયો કોલના માધ્યમથી રાષ્ટ્રપતિ પુતિને આશા વ્યક્ત કરી કે, કોરોના વાઇરસ મહામારીથી અસરગ્રસ્ત રશિયાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે મિશુસ્તિન નીતિઓ બનાવવા માટે થનારી બેઠકમાં ભાગ લેતા રહેશે.

ABOUT THE AUTHOR

...view details