મોસ્કો: રશિયામાં શુક્રવારે કોરોના વાઇરસ 10,699 નવા કેસ સામે આવ્યાં છે. આ રીતે સતત છઠ્ઠા દિવસે પણ 10,000થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. રશિયામાં કોરોના સંક્રમિતની સંખ્યા 1,87,859 સુધી પહોંચી ગઈ છે. એક અહેવાલ મુજબ, ભારતના મિત્ર દેશમાં કોરોના સંક્રમિતની સંખ્યા 1,87,859 સુધી પહોંચી ગઈ છે. નવા 98 કેસમાં મૃત્યુના સમાચાર સાથે રશિયામાં કોરનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 1,723 પહોંચી છે.
રશિયામાં કોરોનાનું ભયાનક સ્વરૂપ, સતત છઠ્ઠા દિવસે 10 હજાર નવા કેસ - કોરોના વાઇરસથી સૌથી વધુ અસર મોસ્કોમાં થઈ
રશિયામાં શુક્રવારે કોરોના વાઇરસ 10,699 નવા કેસ સામે આવ્યાં છે. આ રીતે સતત છઠ્ઠા દિવસે પણ 10,000થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. રશિયામાં કોરોના સંક્રમિતની સંખ્યા 1,87,859 સુધી પહોંચી ગઈ છે.

કોરોના કટોકટી પર પ્રતિક્રિયામાં રશિયાએ જણાવ્યું કે, સતત છઠ્ઠા દિવસે કોરોનાના 10 હજાર નવા કેસ સામે આવ્યાં છે. જો કે, ગુરુવારના આંકડા પર નજર કરીએ તો 11,231ની દૈનિક વૃદ્ધિ થઈ રહી છે. કોરોના વાઇરસથી સૌથી વધુ અસર મોસ્કોમાં થઈ છે. મોસ્કોમાં 6703 નવા કેસ સામે આવ્યા છે, જેથી સંક્રમિતોની સંખ્યામાં વધીને 92,676 પર પહોંચી ગઈ છે. રશિયામાં અત્યાર સુધી 40.80 લાખ લોકોની તપાસ થઈ છે. આ ઉપરાંત 2,31,623 લોકોનું તબીબી પરીક્ષણ ચાલુ છે.
મહત્વનું છે કે, વિશ્વભરમાં કોરોના વાઈરસે તબાહી મચાઈ છે, ત્યારે અત્યાર સુધી 200 દેશોમાં કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 40 લાખ 12 હજાર 837 કેસ નોંધાયા છે. 2 લાખ 76 હજાર 216 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 13 લાખ 85 હજાર 141 લોકોને સારવાર બાદ સાજા થયાં છે.