સિંગાપોરઃ વડાપ્રધાન લી. સિએન લૂંગની સત્તાધારી પિપલ્સ એક્શન પાર્ટી(PAP)એ શુક્રવારે થયેલી સામાન્ય ચૂંટણીમાં 93 બેઠકમાંથી 83 બેઠક પર વિશાળ જીત મેળવીને એકવાર ફરીથી સત્તા મેળવી હતી. 68 વર્ષીય સીએન પોતાના મતવિસ્તારમાં ફરી ધરખમ બહમતિ મેળવી ચૂંટાયાં છે. જેમની પાર્ટીએ 71.91 ટકા મત મેળવ્યાં છે.
નાયબ વડાપ્રધાન અને નાણાં પ્રધાન ગેદવી કીટે પણ બહુમતી સાથે જીત મેળવી છે, જ્યારે વિપક્ષી વર્કર્સ પાર્ટી ફક્ત 10 બેઠકો પર જ જીત મેળવી શકી છે. આ પાર્ટીનું નેતૃત્વ ભારતવંશી રાજનેતા પ્રીતમ સિંહના હાથમાં છે. 2015માં યોજાયેલી ચૂંટણીમાં વર્કર્સ પાર્ટીએ ફક્ત 6 બેઠક પર જીત મેળવી હતી, ત્યારે 190 ઉમેદાર મેદાનમાં હતા. સ્વતંત્રતા બાદથી જ PAP જંગી બહુમતી સાથે સિંગાપોરમાં સત્તા ભોગવી રહી છે. કોવિડ-19 મહામારી દરમિયાન PAP સહિત 11 રાજકીય પક્ષોએ સામાન્ય ચૂંટણી માટે નવ દિવસ સુધી વ્યાપક પ્રચાર કર્યો હતો.
કોરોના વાઈરસ રોગચાળાને પગલે મતદારોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ વખતે મતદાન મથકોની સંખ્યા અગાઉના સમય કરતા 880થી વધારીને 1100 કરવામાં આવી હતી. ગત મહિને વડાપ્રધાન લીએ સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી હતી. આ ચૂંટણી તેના સમયપત્રક કરતાં 10 મહિના પહેલા યોજાઈ હતી. જેમાં નવી સરકારને પાંચ વર્ષ માટે સંપૂર્ણ બહુમતી મળી છે. જેથી તે તેનું સંપૂર્ણ ધ્યાન રાષ્ટ્રીય કાર્યસૂચિ પર કેન્દ્રિત કરી શકે છે.
નોંધનીય છે કે, PAP પાર્ટી 1950થી દરેક સામાન્ય ચૂંટણીમાં જંગી બહુમતિ સાથે જીત નોંધાવી રહી છે. સત્તાધારી PAP એ એકમાત્ર પાર્ટી હતી કે, જેણે તમામ 93 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ બીજી સૌથી મોટી સામાન્ય ચૂંટણી હતી, જ્યાં વિરોધી પક્ષોએ તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2015માં યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં PAPએ 89 બેઠકો પરથી ચૂંટણી લડી હતી. આ સાથે જ 83 બેઠકો જીત પણ મેળવી હતી. લી સિંગાપોરના ત્રીજા વડા પ્રધાન છે. જે 2004થી સરકારનું નેતૃત્વ કરી રહ્યાં છે. તેમના પિતા લી કુઆર સિંગાપોરના પહેલા વડાપ્રધાન હતાં.