- અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો
- પંજશીર પર તાલિબાનના કબજાનો દાવો
- અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિએ તાલિબાનના દાવાને ફગાવ્યો
કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો દિન પ્રતિદિન વધી રહ્યો છે. લગભગ 20 દિવસ બાદ તાલિબાને દાવો કર્યો છે કે, તેણે પંજશીર ખીણ પર કબજો કર્યો છે, પરંતુ અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે આ દાવાને ફગાવી દીધો છે.
પંજશીરમાં હજુ પણ લડાઈ ચાલી રહી છે
સાલેહે દાવાને ફગાવી જણાવ્યું કે,પંજશીરમાં હજુ પણ લડાઈ ચાલી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી અહમદ મસૂદ અને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ પંજશીર પ્રાંતમાં તાલિબાન સામે મોરચો ખોલી રહ્યા છે. તાલિબાન અને મસૂદ વચ્ચે પ્રથમ થોડા દિવસો સુધી વાટાઘાટો ચાલી હતી, પરંતુ કોઈ ઉકેલ મળી શક્યો નથી. આ પછી, તાલિબાને તેમના લડવૈયાઓને પંજશીર પર કબજો કરવા મોકલ્યા હતા. પંજશીર પર કબજો કર્યા બાદ તાલિબાન લડવૈયાઓએ પણ રાજધાની કાબુલમાં ખુશી વ્યક્ત કરતા આકાશમાં ગોળીબાર કર્યો હતો.
તાલિબાનોએ પંજશીર પર કબજો મેળવ્યો હોવાનો દાવો
એક તાલિબાન કમાન્ડરે કહ્યું કે અલ્લાહની કૃપાથી અમે સમગ્ર અફઘાનિસ્તાન પર નિયંત્રણ રાખીએ છીએ અમે મુશ્કેલી સર્જકોને હરાવી દીધા છે અને પંજશીર હવે આપણા કબજામાં છે. જો કે તાલિબાનના પંજશીર પરના કબજાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ તાલિબાનોએ પંજશીર પર કબજો મેળવ્યો હોવાનો દાવો કર્યો છે. આ પહેલા પણ તાલિબાનીઓ આવા કેટલાક દાવાઓ કરતા રહ્યા છે, જેને અમરૂલ્લાહ સાલેહે ફગાવી દીધા છે. આ વખતે પણ, સાલેહે તાલિબાનના કબજાના દાવાને જોરદાર નકારી કા્યો.
તાલિબાનીઓએ કરેલા દાવાને અમરૂલ્લાહ સાલેહએ ફગાવ્યા
એક તાલિબાન કમાન્ડરે કહ્યું કે અલ્લાહની કૃપાથી અમે સમગ્ર અફઘાનિસ્તાન પર નિયંત્રણ રાખીએ છીએ. અમે મુશ્કેલી ઉભી કરાનારાઓને અમે હરાવી દીધા છે અને પંજશીર હવે અમારા કબજામાં છે. પંજશીર પર તાલિબાનના કબજાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ તાલિબાનોએ પંજશીર પર કબજો મેળવ્યો હોવાનો દાવો કર્યો છે. આ પહેલા પણ તાલિબાનીઓએ આવા કેટલાક દાવાઓ કરતા રહ્યા છે, પરંતુ આવા કેટલાક દાવા જેને અમરૂલ્લાહ સાલેહએ ફગાવી દીધા છે.