રક્ષાપ્રધાન રાજનાથ સિંહે આસિયાન દેશોના સંરક્ષણ પ્રધાનોની બેઠક, મીટિંગ પ્લસ (એડીએમએમ પ્લસ) અને સંરક્ષણ અને સુરક્ષા 2019 પ્રદર્શનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા થાઇલેન્ડમાં છે. આ તકે કહ્યું હતું કે, આ બેઠક અન્ય દેશો કરતા ભારત માટે વધુ મહત્વની છે.
'એક્ટ ઇસ્ટ' પોલિસી માટે આસિયાન દેશોનું ઘણું મહત્વ: રાજનાથ સિંહ - rajnath singh news
બેંગકોક: થાઇલેન્ડમાં આસિયાન દેશોના રક્ષાપ્રધાનોની બેઠકમાં રક્ષાપ્રધાન રાજનાથસિંહે કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે, વ્યૂહરચના વિશ્વાસ બનાવવા માટે આ પ્લેટફોર્મ ખૂબ મહત્વનું છે. રક્ષાપ્રધાને કહ્યું હતું કે, 'એક્ટ ઇસ્ટ' નીતિ માટે આસિયાન દેશોનું ઘણું મહત્વ છે.
rajnath singh in thailand
ઉલ્લેખનીય છે કે, રાજનાથ આજે બેંગકોકમાં જાપાનના સંરક્ષણ પ્રધાન ટેરો કોનો સાથે મુલાકાત કરી હતી. આ અગાઉ રાજનાથ અને યુએસ સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પર વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી.