શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મુખ્ય વિપક્ષી ઉમેદવાર ગોટાબાયા રાજપક્ષે 52.87 મતે આગળ ચાલી રહ્યાં હતા. જ્યારે આવાસીય પ્રધાન સજીત પ્રેમદાસાને 39.67 ટકા મત મળ્યા છે. વામપંથી અનુરા કુમારા દિસાનાયકે 4.69 ટકા મત સાથે ત્રીજા નબંરે છે. આ પદ માટે અન્ય 32 ઉમેદવારો મેદાને હતા. શ્રીલંકાના પરિણામોએ સત્તા પરિવર્તનની લહેર દર્શાવી છે.
શ્રીલંકા રાષ્ટ્રપતિ ચૂંટણીઃ ગોટાબાયા રાજપક્ષેનો વિજય, PM મોદીએ પાઠવી શુભેચ્છા
કોલંબો: શ્રીલંકાની સત્તાધારી પક્ષના ઉમેદવાર સજીત પ્રેમદાસે દેશમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. તેમજ પોતાના મુખ્ય હરીફ ગોટાબાયા રાજપક્ષેને જીત માટે શુભેચ્છા પાઠવી હતી. પ્રેમદાસે કહ્યું, 'લોકોના નિર્ણયનું સન્માન કરવું અને શ્રીલંકાના સાતમા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ગોટાબાયા રાજપક્ષેને શુભેચ્છા પાઠવવી મારા માટે સૌભાગ્યની વાત છે.' વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને ગોટબાયાને શુભેચ્છા પાઠવી હતી.
શ્રીલંકામાં આતંકવાદી હુમલા બાદ હુમલાના 7 મહિના બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન થયું હતું. પૂર્વ રક્ષા સચિવ ગોટાબાયા રાજપક્ષે શરૂઆતમાં જ આગળ નીકળી ગયા હતા. શ્રીલંકામાં 21 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ આ ચૂંટણી યૂએનપી નીત સરકારની લોકપ્રિયતાની પરીક્ષા છે. આ હુમલામાં આશરે 269 લોકોનું મોત થયા હતા. આ હુમલાઓ રોકવામાં નિષ્ફળ સરકારની ખૂબ ટીકા થઈ હતી. આ ચૂંટણી રાજકીય ધ્રુવીકરણથી સામે લડી રહેલા શ્રીલંકાનું ભવિષ્ય નક્કી કરશે. ચૂંટણી આયોગે કહ્યું કે રવિવાર મોડી રાત સુધી પરિણામ જાહેર થશે.