ગુજરાત

gujarat

By

Published : Mar 21, 2021, 6:56 AM IST

Updated : Mar 21, 2021, 9:01 AM IST

ETV Bharat / international

વડાપ્રધાન મોદીએ ઈમરાન ખાનને જલ્દીથી કોરોના મુક્ત થવાંની શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પાકિસ્તાની સમકક્ષ ઇમરાન ખાનને કોવિડ -19 થી ટૂંક સમયમાં સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન શનિવારના રોજ કોરોનાથી સંક્રમિત થયા છે અને તેણે ઘરમાં જ પોતાને કવોરન્ટાઈન રાખ્યા છે.

pm modi and imran khan
pm modi and imran khan

  • પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન કોરોનાથી સંક્રમિત
  • વડાપ્રધાન મોદી જલ્દીથી કોરોના મુક્ત થવાંની પાઠવી શુભેચ્છા
  • ઈમરાન ખાનને ચીનમાં ઉત્પાદિત 'સિનોફાર્મ' રસીનો ડોઝ અપાયો હતો

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ ઈમરાન ખાનને જલ્દીથી કોરોના મુક્ત થવાંની શુભચ્છા પાઠવી છે.

વડાપ્રધાન મોદી જલ્દીથી કોરોના મુક્ત થવાંની પાઠવી શુભેચ્છા

મોદીએ ટ્વિટ કર્યું કે, હું ઈચ્છું છું કે વડાપ્રધાન ઇમરાન ખાન વહેલી તકે કોવિડ -19થી સ્વસ્થ થાય.

વડાપ્રધાન મોદીનું ટ્વિટ

આ પણ વાંચો: ટ્રમ્પનો પુત્ર ડોનાલ્ડ જૂનિયર થયો કોરોના સંક્રમિત

ખાને ઘરમાં જ પોતાને કવોરન્ટાઈન રાખ્યા

આ અંગે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન કોરોનાથી સંક્રમિત છે ત્યારે તેઓએ પોતાને ઘરમાં ક્વોન્ટાઈન કરી લીધા છે. આરોગ્ય બાબતોના વડાપ્રધાનના ઉચ્ચ સલાહકાર ડૉ.ફૈઝલ સુલતાને આ માહિતી આપી હતી.

ઈમરાન ખાને ગુરુવારના રોજ લીધી હતી રસી

નોંધનીય છે કે, ઈમરાન ખાન (68)એ દેશવ્યાપી રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં ગુરૂવારે એન્ટી કોવિડ -19ની રસી લીધી હતી.

આ પણ વાંચો:કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત, ટ્વિટ કરી આપી માહિતી

ખાનને ચીનમાં ઉત્પાદિત 'સિનોફાર્મ' રસીનો ડોઝ અપાયો હતો

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ખાનને ચીનમાં ઉત્પાદિત 'સિનોફાર્મ' રસીનો ડોઝ અપાયો હતો. પાકિસ્તાનમાં આ એકમાત્ર એન્ટી કોવિડ -19 રસી ઉપલબ્ધ છે. ડૉ.ફૈઝલ સુલતાને ટ્વિટ કર્યું હતું કે, વડાપ્રધાન ઇમરાન ખાન કોવિડ -19 ની ચપેટમાં આવી ગયા છે અને તેમણે તેમના નિવાસ સ્થાને પોતાને ક્વોન્ટાઈન કરી લીધા છે.

Last Updated : Mar 21, 2021, 9:01 AM IST

ABOUT THE AUTHOR

...view details